વિરોધ:બઢતી અને કાયમી કરવાની માગ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલના વર્ગ 3 અને 4ના કર્મચારીઓ ઉપવાસ આંદોલન પર, કલેક્ટર કચેરીમાં સુત્રોચ્ચાર કર્યા

રાજકોટએક મહિનો પહેલા
કલેક્ટર કચેરીમાં વિરોધ પ્રદર્શન કર્યું.
  • ભારત માતા કી જય...હમારી માંગે પૂરી કરોના સુત્રોચ્ચાર કર્યા

રાજકોટ સિવિલ હોસ્પિટલના વર્ગ 3 અને 4ના કર્મચારીઓ ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે. બઢતી અને કાયમી કરવાની માગ તેમજ પૂરતો પગાર ન ચૂકવાતો હોવાની ફરિયાદ સાથે સફાઈકર્મીઓ આંદોલનના માર્ગે ઉતર્યા છે. આજે રાજકોટ સિવિલ હોસ્પિટલના સફાઈ કર્મીઓ મોટી સંખ્યામાં કલેક્ટર ઓફિસ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા.

કલેક્ટર કચેરીના પટાંગણમાં સુત્રોચ્ચાર કર્યા
છેલ્લા 14 દિવસથી સતત આ બાબતે આંદોલન કરવામાં આવી રહ્યું છે પરંતુ તેમ છતાં કોઈ નિરાકરણ ન આવતા આજે સિવિલ હોસ્પિટલના સફાઈ કર્મીઓ વિરોધ કરવા કલેક્ટર ઓફિસે પહોંચ્યા અને કલેક્ટર ઓફિસના પટાંગણમાં બેસી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓએ ભારત માતા કી જય.. હમારી માંગે પૂરી કરોના સુત્રોચ્ચાર કર્યા હતા.

કલેક્ટર કચેરીના પટાંગણમાં સુત્રોચ્ચાર કર્યા.
કલેક્ટર કચેરીના પટાંગણમાં સુત્રોચ્ચાર કર્યા.

14 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે
એક કર્મચારીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જે લાભ મળવો જોઇએ તે મળતો નથી. આથી આજે 14 દિવસથી અમે આંદોલન કરી રહ્યા છીએ. પરંતુ આ અંગે હજુ સુધી કોઇ નિરાકરણ કરવામાં આવ્યું નથી. કલેક્ટર દ્વારા અમારી બાહેધારી લીધી હોવાથી આજે અમે તેમને રૂબરૂ મળવા આવ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...