લોકોની ધીરજ ખૂટી:રાજકોટમાં ડોક્ટર બાદ જ્યુબેલી શાકમાર્કેટમાં પોલીસને શાકભાજીવાળાએ માર માર્યો, ઘર્ષણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

રાજકોટ7 મહિનો પહેલા
પોલીસ અને શાકભાજીવાળા વચ્ચે ઝપાઝપીના દૃશ્યો સર્જાયા હતા

રાજકોટમાં આવેલા જ્યુબેલી શાકમાર્કેટ પાસેથી શાકભાજી વાળાઓને પોલીસે હાંકી કાઢ્યા હતા. ત્યારે જ માર્કેટમાં એક શાકભાજીની લારીવાળા અને પોલીસ કર્મી વચ્ચે થઈ ઝપાઝપીના દૃશ્યો સર્જાયા હતા. શાકભાજીની લારીવાળાએ પોલીસ પર હુમલો કરી દીધો હતો અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

આંશિક લોકડાઉન અંતર્ગત રાજકોટ શહેરના જ્યુબેલી શાકમાર્કેટ પાસે પાથરણાં વાળાઓને હાંકી કાઢવામાં આવ્યા હતા
આંશિક લોકડાઉન અંતર્ગત રાજકોટ શહેરના જ્યુબેલી શાકમાર્કેટ પાસે પાથરણાં વાળાઓને હાંકી કાઢવામાં આવ્યા હતા

આંશિક લોકડાઉન અંતર્ગત કાર્યવાહી કરી
કોરોના સંક્રમણ વધવાના કારણે રાજકોટ શહેરમાં આંશિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ શહેરના જ્યુબેલી શાકમાર્કેટ પાસે પાથરણાં વાળાઓને હાંકી કાઢવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. બુધવારની સાંજે જ્યુબેલી શાકમાર્કેટ પાસે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવામાં ન આવતા એ ડિવિઝન પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જે કાર્યવાહી ના દ્રશ્યો કેમેરામાં કેદ જવા પામ્યા હતા.

શાકભાજીની લારીવાળાઓને પણ હાંકી કઢાયા હતા
શાકભાજીની લારીવાળાઓને પણ હાંકી કઢાયા હતા
અન્ય સમાચારો પણ છે...