તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રસ્ટની ચૂંટણી:RKCની ચૂંટણીમાં રોયલ પરિવારો વચ્ચે ટકકર, 17 મતદારો સામે 7 માજી રાજવીએ ઝૂકાવ્યું, 8 વર્ષ બાદ યોજાઈ રહેલી ચૂંટણીમાં ભારે ગરમાવો

રાજકોટ17 દિવસ પહેલા
રાજકુમાર કોલેજની ફાઈલ તસ્વીર
  • ચૂંટણી અધિકારી તરીકે અમરુ એચ.ચાવડાની નિયુક્તિ કરાઈ
  • આ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે સૌરાષ્ટ્રના 17 રજવાડાઓના ઠાકોર સાહેબ અને દરબાર સાહેબના સિંહાસન પર હાલ બીરાજતા રાજવીઓએ ઉમેદવારી નોંધાવી છે

રાજકોટમાં ઈ.સ.1868માં ત્યારના રાજવીઓએ રાજકુંવરોના શિક્ષણ માટે સ્થાપેલી અને આજે નર્સરીથી ધો.12 સુધીના 1800 વિદ્યાર્થીઓ ધરાવતી રાજકુમાર કોલેજ ટ્રસ્ટની વર્ષો પછી ચૂંટણી યોજવાનો નિર્ણય લેવાયો છે. આ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે સૌરાષ્ટ્રના 17 રજવાડાઓના ઠાકોર સાહેબ અને દરબાર સાહેબના સિંહાસન પર હાલ બીરાજતા રાજવીઓએ ઉમેદવારી નોંધાવી છે. લોકશાહી ઢબે યોજાઈ રહેલ આ ચૂંટણીમાં 17 મતદારમાંથી 7 માજી રાજવીઓએ ઉમેદવારી નોંધાવતા રોયલ પરિવારની આ ચુંટણીમાં ભારે ગરમાવો આવ્યો છે.

રોયલ પરિવારની આ ચુંટણીમાં ભારે ગરમાવો આવ્યો છે.
રોયલ પરિવારની આ ચુંટણીમાં ભારે ગરમાવો આવ્યો છે.

કૂલ 27 મતદારો નોંધાયેલ છે
જેમણે જાહેર કરેલા ચૂંટણી કાર્યક્રમ મૂજબ ગઈકાલથી આગામી તા.18 સપ્ટેમ્બર સુધી પોસ્ટલ બેલેટ જમા કરાવી શકાશે. તા.19 સપ્ટેમ્બર ના રાજકુમાર કોલેજમાં રૂબરુમાં સવારે 9 થી સાંજે 5 સુધી અથવા તો 100 ટકા મતદાન થાય ત્યાં સુધી મતદાન યોજાશે. કૂલ 27 મતદારો નોંધાયેલ છે. આ અન્વયે ટ્રસ્ટી માટે ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે જેમા રાજ્યોમાં મહારાજામાં 7 સેલ્યુટ રાજ્યોમાં ભાવનગરના વિજયરાજસિંહજી, ધ્રાંગધ્રાના જયસિંહજી, ઠાકોરસાહેબના પદ પર બીરાજતા ધ્રોલના પદ્મરાજસિંહજી, લિંબડીના જયદિપસિંહજી, રાજકોટના માંધાતાસિંહજી, વઢવાણ રાજ્યના ચૈતન્યદેવસિંહજી અને જંજીરા જાફરાબાદના નવાબ મહેમુદખાનજી સમાવિષ્ટ છે.

રાજકુમાર કોલેજની ફાઈલ તસ્વીર
રાજકુમાર કોલેજની ફાઈલ તસ્વીર

ચૂંટણી અધિકારી તરીકે અમરુ એચ.ચાવડાની નિયુક્તિ કરાઈ
જ્યારે 10 નોન સેલ્યુટ રાજ્યોના દરબાર સાહેબો અમરનગર-થાણાદેવડીના અજયવાળા, જેતપુરના મહીપાલ વાળા, પાટડીના કરણીસિંહજી, વડિયાના ઉદયસિંહજી વિરાજી વાળા અને ઠાકોર સાહેબો સર્વશ્રી, ચુડાના કૃષ્ણકુમારસિંહજી, લાઠીના કિરિટકુમારસિંહજી, મુળીના જિતેન્દ્રસિંહજી, સાયલાના સોમરાજસિંહજી ઝાલા, વલ્લભીપુના રાઘવેન્દ્રસિંહજી, વીરપુરા દેવેન્દ્રસિંહ જદુવેન્દ્રસિંહજી ઉમેદવારો તરીકે નામ જાહેર કરાયા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લે વર્ષ 2000 અને 2012-13 માં રાજકુમાર કોલેજ ખાતે ચૂંટણી યોજવામાં આવી હતી જે બાદ આ વર્ષે ફરી ચૂંટણી યોજવા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચૂંટણી અધિકારી તરીકે અમરુ એચ.ચાવડાની નિયુક્તિ કરાઈ છે.