આંતરિક તકરાર:રાજકોટના રાજવી પરિવારમાં આંતરિક ખટરાગ, માંધાતાસિંહ વારસદારોને વિશ્વાસમાં લીધા વગર વહીવટ કરતા હોવાનો બહેન અંબાલિકાદેવીનો દાવો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાની ફાઇલ તસવીર. - Divya Bhaskar
રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાની ફાઇલ તસવીર.
  • સરધાર અને માધાપરમાં આવેલી મિલકતને લઇને બહેને આક્ષેપો કર્યા

રાજકોટના રાજવી પરિવારમાં વારસાઇ મિલકતના હક્ક-દાવાને લઇને ચાલતો આંતરિક ખટરાગ વધુ એકવાર સપાટી ઉપર આવ્યો છે. નામદાર ઠાકોર સાહેબ માંધાતાસિંહ મનોહરસિંહજી જાડેજા અને ઝાંસી સ્થિત તેમના જ સગા બહેન અંબાલિકા દેવી વચ્ચે માધાપર અને સરધારમાં આવેલી એક મિલકતને લઇને કાનૂની જંગ શરૂ થયો છે. વડિલોપાર્જીત મિલકતનો વહીવટ માધાતાસિંહ અન્ય વારસદારોને વિશ્વાસમાં લીધા વગર કરે છે તેવી તકરાર અપીલ મામલો આજે નાયબ કલેક્ટર અને પ્રાંત રાજકોટ શહેર-2ની કોર્ટમાં કેસ બોર્ડ પર આવ્યો હતો. બન્ને પક્ષના વકિલોને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહીલે સાંભળ્યા હતા.

બન્ને ગામમાં આવેલી મિલકત બાબતે તકરારી દાવો દાખલ કર્યો
રાજકોટના રાજવી નામદાર ઠાકોર માંધાતાસિંહ અને તેમના સગા બહેન અંબાલિકા દેવી વચ્ચે પ્રોપર્ટીના હક્ક-દાવા મામલે અનેક કેસ ચાલી રહ્યા છે. ઝાંસીમાં પરણેલા અંબાલિકા દેવીએ વધુ બે જમીન કેસમાં સગા ભાઇ માંધાતાસિંહ સામે દાવો દાખલ કર્યો છે. શહેરની ભાગોળે આવેલા માધાપર અને સરધારમાં આવેલી વડિલોપાર્જીત મિલકતના મામલે માંધાતાસિંહ અને બહેન અંબાલિકા દેવી વચ્ચેનો આ ખટરાગ હોવાનું પ્રકાશમાં આવ્યુ છે. અરજદાર અંબાલિક દેવીએ તેમના વકીલ કેતન એલ. સીંધિયા મારફતે આજે નાયબ કલેક્ટર અને પ્રાંત રાજકોટ શહેર-2માં બળેલા કેસ બોર્ડમાં માધાપર અને સરધાર આ બન્ને ગામમાં આવેલી મિલકત બાબતે તકરારી દાવો દાખલ કર્યો છે. જાણવા મળ્યા મુજબ અંબાલિકા દેવીના કહેવા મુજબ ભાઇ માંધાતાસિંહ વડિલોપાર્જીત મિલકતનો વહીવટ પોતાની રીતે કર્યા રાખે છે.

જરૂર પડ્યે અંબાલિકા દેવી ઝાંસીથી રાજકોટ રૂબરૂ આવશે
હાલ અંબાલિકા દેવી તરફથી સોગંદનામા દ્વારા કાર્યવાહી ચાલે છે. જરૂર પડ્યે રાજકોટ રૂબરૂ આવશે. જમીન તકરારમાં અંબાલિકા દેવીએ દાવો તો રજૂ કર્યો છે. પરંતુ હજુ સુધી પ્રાંત અધિકારીના કેસ બોર્ડમાં રૂબરૂ હાજરી આપી નથી. તેના તરફથી જે કંઇ પણ દલિલ કે રજૂઆત કરવાની થાય છે એ સોગંદનામા દ્વારા તેમના વકીલ મારફતે રજૂ થાય છે. જોકે જરૂર પડ્યે અંબાલિકા દેવી ઝાંસીથી રાજકોટ રૂબરૂ આવશે તેમ તેમના વકીલ કેતન એલ. સીંધિયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...