મોકડ્રીલ:રાજકોટમાં સિવિલની નક્ષકિરણ અને યુનીકોર હોસ્પિટલમાં ફાયર વિભાગની મોકડ્રીલ, હોસ્પિ. સ્ટાફને આગમાં દર્દીઓને સલામત સ્થળે ખસેડવા પ્રેક્ટિકલ માહિતી અપાઈ

રાજકોટ5 મહિનો પહેલા
  • વિવિધ ફાયર શાખાના અધિકારીઓ જોડાયા હતા

રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા આજે શહેરની 3 હોસ્પિટલમાં વિવિધ ફાયરબ્રિગેડ સ્ટેશનના ઓફિસરો અને ફાયર સ્ટાફ દ્વારા મોકડ્રીલ કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલમાં આગના સંજોગોમાં હોસ્પિટલના સ્ટાફે કઈ રીતે સાવચેતી રાખવી અને દર્દીઓને સલામત સ્થળે ખસેડવા તેમજ રાહત બચાવકાર્ય માટે શું કરી શકાય તે અંગેની પ્રેક્ટિકલ જાણકારી મોકડ્રીલ દ્વારા આપવામાં આવી હતી.

આ 3 હોસ્પિટલમાં મોકડ્રીલ કરવામાં આવી હતી
શહેરમાં 3 હોસ્પિટલમાં મોકડ્રીલ કરવામાં આવી હતી. જેમાં સિવિલ હોસ્પિટલ, જામનગર રોડ પર નાગેશ્વર મંદિર પાસેની યુનિકેર હોસ્પિટલ અને કોઠારીયા રોડ પર નક્ષકિરણ હોસ્પિટલ ખાતે ફાયરબ્રિગેડ દ્વારા મોકડ્રીલ કરવામાં આવી હતી.

વિવિધ ફાયર શાખાના અધિકારીઓ જોડાયા હતા
આ મોકડ્રીલ દરમિયાન સિવિલ હોસ્પિટલના વોર્ડ નં. 10માં આગથી નાસભાગ મચી ગઇ હતી. સ્ટાફે અને ફાયર બ્રિગેડ જવાનોએ અંદર ફસાયેલા દર્દીઓને બચાવી લીધા હતાં. આ જ રીતે અન્ય બે હોસ્પિટલમાં પણ સમયસર ફાયર બ્રિગેડની ટીમો પહોંચી ગઇ હતી. જેમાં મુખ્ય ફાયર સ્ટેશન, રેલનગર ફાયર સ્ટેશન અને કોઠારીયા રોડ ફાયર સ્ટેશનના સ્ટાફે આ મોકડ્રિલમાં જોડાય કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...