તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરતી:એઈમ્સ રાજકોટમાં જોડાવા માટે સિવિલના તબીબોએ કરી અરજી, ઈન્ટરવ્યૂ લેવાયા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડો.મિશ્રા ટીમ સાથે ભરતી માટે રાજકોટ આવ્યા

રાજકોટમાં એઈમ્સ બની રહી છે પણ તેનો અભ્યાસક્રમ ચાલુ વર્ષથી પીડીયુ કોલેજમાં શરૂ થઈ જશે અને તેના માટે ફેકલ્ટીની નિમણૂક કરવા માટે એઈમ્સ જોધપુરના ડિરેક્ટર સહિતની ટીમ રાજકોટ આવી છે. રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાં જોધપુર એઇમ્સના ડિરેક્ટર ડો.સંજીવ મિશ્રા સહિતની નિષ્ણાતોની ટીમ આવી છે.

આ ટીમ એઈમ્સમા જોડાવા ઈચ્છુક ઉમેદવારના ઈન્ટરવ્યૂ લઈ રહી છે. શનિવારે ફિઝિયોલોજી સહિતના વિભાગ માટે ઈન્ટરવ્યૂ લેવાયા હતા અને રવિવારે પણ અલગ અલગ વિભાગમાં ભરતી માટે ઈન્ટરવ્યૂ લેવાશે. એઇમ્સમાં ભરતી થવા માટે પીડીયુ મેડિકલ કોલેજના તબીબોએ પણ ખૂબ રસ દાખવ્યો છે અને તેમના ઈન્ટરવ્યૂ પણ લેવાયા છે. આ સિવાયના જે તબીબો છે તેમના રૂબરૂ અથવા વીડિયો કોન્ફરન્સથી પસંદગી થઈ રહી છે. થોડા દિવસો બાદ મેરિટ પણ જાહેર કરવામાં આવશે.

ફેકલ્ટીના ઈન્ટરવ્યૂ અને ભરતી થયા બાદ સિવિલ હોસ્પિટલમાં આંખના વિભાગ તેમજ બર્ન્સ વોર્ડ પાસે એઇમ્સના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર માટે વ્યવસ્થા કરાશે ત્યાં જ વિદ્યાર્થીઓના અભ્યાસ અને પ્રેક્ટિકલ પણ કરાશે અને તેનો અલાયદો સ્ટાફ હશે. આ વર્ષથી એમબીબીએસની પ્રથમ બેચ શરૂ કરાશે અને મુખ્ય બિલ્ડિંગ બને ત્યારે શિફ્ટ કરાશે.

અન્ય સમાચારો પણ છે...