વ્યવસ્થા:પ્રવાહી ઓક્સિજનનું એક એક ટીપું કાઢવા સિવિલમાં બનાવ્યું પ્લેટફોર્મ

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઓક્સિજનના એક-એક ટીપાંની કિંમત સમજીને સિવિલમાં ખાસ પ્રકારનું પ્લેટફોર્મ તૈયાર કરાયું છે. - Divya Bhaskar
ઓક્સિજનના એક-એક ટીપાંની કિંમત સમજીને સિવિલમાં ખાસ પ્રકારનું પ્લેટફોર્મ તૈયાર કરાયું છે.
  • ટેન્કરના તળિયામાં થોડો ઓક્સિજન બચી જતો તેનો ઉપયોગ થશે

મેડિકલ ઓક્સિજન અત્યારે ખૂબ જ કિંમતી છે, તેનો જથ્થો પણ મર્યાદિત છે તેથી જેટલું આવે તેનો મહત્તમ ઉપયોગ કરવા તજજ્ઞો સતત વિચારી રહ્યા છે. આ પૈકી એક નોંધ એવી લેવાઈ કે ટેન્કરમાં જ્યારે લિક્વિડ ઓક્સિજન લવાય અને રીફિલ કરાય ત્યારે ટેન્કરના તળિયામાં થોડો જ ઓક્સિજન બચી જાય છે અને તે મળતો નથી. આ એક પ્રકારનો બગાડ જ ગણી શકાય. આવી સ્થિતિમાં તેટલો ઓક્સિજન પણ વ્યર્થ જ જવા દેવાય તેથી તે કાઢવા માટે યુક્તિના ભાગરૂપે રાજકોટ સિવિલ હોસ્પિટલની ઓક્સિજનની ટેન્ક પાસે એક પ્લેટફોર્મ બનાવ્યું છે.

ટેન્કર ખાલી થવા માટે આવે ત્યારે આ પ્લેટફોર્મ પર તેનો આગળનો ભાગ રહે છે જ્યારે વાલ્વ ધરાવતો પાછળનો ભાગ પ્લેટફોર્મથી નીચે રહેતા ત્યાં ઢાળ આવે છે આ ઢાળને કારણે ટેન્કરનું તમામ પ્રવાહી ઓક્સિજન છેડે આવેલા વાલ્વ પાસે એકઠું થતા મહત્તમ પ્રવાહી કાઢી લેવાય છે.

અન્ય સમાચારો પણ છે...