તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:આજે શહેરમાં 29 સાઇટ પર કોવિશીલ્ડનો પ્રથમ, 3 સાઇટ પર બીજો અને 2 સાઇટ પર કોવેક્સિનનો માત્ર બીજો ડોઝ અપાશે

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા 42812 પર પહોંચી

રાજકોટ છેલ્લા બે દિવસથી કોરોનામુક્ત હોય તેમ એક પણ કેસ નોંધાયો નથી. શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા 42812 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 8 દર્દી સારવાર હેઠળ છે. આજે શહેરમાં 29 સાઇટ પર કોવિશીલ્ડનો પ્રથમ, 3 સાઇટ પર બીજો અને 2 સાઇટ પર કોવેક્સિનનો માત્ર બીજો ડોઝ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે બપોર સુધીમાં એક પણ કેસ નોંધાયો નથી. રાજકોટ શહેરમાં આજે બપોરે 1 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18થી 44 વર્ષના કુલ 8916 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 3347 સહિત કુલ 12263 નાગરિકોએ રસી લીધી હતી.

28 દિવસ થયા હોય તેઓ કોવેક્સિનનો બીજો ડોઝ લઇ શકશે
રાજકોટ શહેરમાં ચાલી રહેલી વેક્સિનેશનની કામગીરીમાં આજે 29 સેશન સાઈટ પર કોવિશીલ્ડ રસી આપવામાં આવશે તેમજ 2 સેશન સાઈટ પર કોવેક્સિન રસીનો માત્ર બીજો ડોઝ આપવામાં આવશે. જે નાગરિકોએ કોવેક્સિન રસી લીધાના 28 દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો કોવેક્સિન રસીનો બીજો ડોઝ લઇ શકશે. તેમજ નાગરિકોએ કોવિશીલ્ડ રસી લીધાના 84 દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો કોવિશીલ્ડ રસીનો બીજો ડોઝ લઇ શકશે,

29 સાઈટ પર કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ આપવામાં આવી રહ્યો છે.
1) સિવિલ હોસ્પિટલ
2) પદ્મકુંવરબા હોસ્પિટલ
3) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર
4) ચાણક્ય સ્કૂલ– ગીત ગુર્જરી સોસાયટી
5) નંદનવન આરોગ્ય કેન્દ્ર
6) નાનામવા આરોગ્ય કેન્દ્ર
7) મવડી આરોગ્ય કેન્દ્ર
8) આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર
9) શાળા નં.28, વિજય પ્લોટ
10) સિટી સિવિક સેન્ટર– અમીન માર્ગ
11) સદર આરોગ્ય કેન્દ્ર
12) અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર
13) રામનાથપરા આરોગ્ય કેન્દ્ર
14) ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર
15) કાંતિભાઈ વૈદ્ય હોલ, હુડકો
16) શાળા નં.20 બી, નારાયણનગર
17) જંકશન આરોગ્ય કેન્દ્ર
18) માધાપર આરોગ્ય કેન્દ્ર
19) રેલ્વે હોસ્પિટલ
20) મોરબી રોડ, કોમ્યુનિટી હોલ
21) ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર
22) આદિત્ય સ્કૂલ– 32 (IMA આરોગ્ય કેન્દ્ર)
23) સરદાર સ્કૂલ, સંત કબીર રોડ
24) રામપાર્ક આરોગ્ય કેન્દ્ર
25) શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર
26) પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર
27) કોઠારીયા આરોગ્ય કેન્દ્ર
28) તાલુકા શાળા (BRC) ભવન
29) મોટા મવા ગ્રામ પંચાયત

2 સાઈટ પર કોવેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે
1) માયાણી આવાસ ક્વાર્ટર આંગણવાડી, નાનામવા રોડ
2) શાળા નં.48 બી, બાબરીયા કોલોની, અયોધ્યા ચોક

3 સાઈટ પર કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે
1) વેસ્ટ ઝોન ઓફિસ હોલ
2) ઇસ્ટ ઝોન ઓફિસ હોલ
3) મેસોનિક હોલ, ભૂતખાના ચોક

અન્ય સમાચારો પણ છે...