કોરોના રાજકોટ LIVE:નવા 2 કેસ દાખલ, 1 દર્દી કોરોના મુક્ત, 34 દર્દીઓ સારવાર હેઠળ

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

રાજકોટમાં આજે કોરોનાના માત્ર 2 પોઝિટિવ કેસ આવ્યા છે. જેની સામે 1ને ડિસ્ચાર્જ કરાતા એક્ટિવ કેસ 34 થયા છે. આ સાથે કોરોનાનો કુલ આંક 65448 થયો છે.

મચ્છરજન્ય રોગમાં ઉછાળો
ચાલુ વર્ષે ચોમાસા ઋતુ દરમિયાન સારો વરસાદ નોંધાયા બાદ થોડા સમયના વિરામ બાદ ફરી 3 દિવસથી રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વરસાદની ઋતુ દરમ્યાન મીક્ષ ઋતુ અને અનુકૂળ વાતાવરણ મેળવતાં ડેન્ગ્યુ અને મેલેરિયા કેસો જોવા મળે છે. ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વધુ લોકોને કરડતો હોવાથી, વધુ જનસમુદાય હોય તેવા સ્‍થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વધુ રહે છે.

એક અઠવાડિયામાં ડેન્ગ્યુના 9 અને મેલેરિયાના 2 કેસ નોંધાયા
છેલ્લા એક સપ્તાહ દરમિયાન રાજકોટ શહેરમાં મેલેરિયાના નવા 2 કેસ નોંધાતા ચાલુ વર્ષ દરમિયાન મેલેરિયા કેસની સંખ્યા 24 પહોંચી છે, જ્યારે ડેન્ગ્યુના નવા 9 કેસ નોંધાતા ચાલુ વર્ષ દરમિયાન ડેન્ગ્યુના કેસની સંખ્યા 69 પર પહોંચી છે. જો કે, ચિકુનગુનિયાનો એક પણ કેસ નહીં નોંધાતા તેના વાર્ષિક કેસની સંખ્યા 14 પર પહોંચી છે. આ સાથે છેલ્લા એક સપ્તાહ દરમિયાન શરદી–ઉધરસના 283 કેસ, સામાન્ય તાવના 61 કેસ અને ઝાડા–ઊલટીના 73 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...