રાજકોટમાં કોરોના કેસની સંખ્યા ઘટીને સાવ તળિયે આવી ગઈ છે. છેલ્લા એક માસથી પોઝિટિવ કેસની સંખ્યા 4 કે 5ની આસપાસ જ આવે છે. તેમાંય આજે શહેર કોરોના મુક્ત બન્યું છે. બપોર સુધીમાં રાજકોટમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આ ઉપરાંત રિકવરી રેટ 98.90 ટકા અને પોઝિટિવ રેટ 3.43 ટકા પર પહોંચ્યો છે.
4255 નાગરિકોએ રસી લીધી
શહેરમાં કુલ કેસની સંખ્યા 42787 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 43 દર્દી સારવાર હેઠળ છે. આજે 6 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાજકોટ શહેરમાં આજે બપોરે 1 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 3063 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 1916 સહિત કુલ 4979 નાગરિકોએ રસી લીધી.
વેક્સિનેશનમાં રોજ 8 હજાર ડોઝ જ આપવામાં આવે તેવો આદેશ
રાજકોટ શહેરમાં દૈનિક 8 હજાર ડોઝ જ આપવામાં આવે અને તે મર્યાદામાં જ રસીકરણ કરવા આદેશ છે. જોકે, 10 ડોઝની એક વાયલમાંથી રાજકોટ મનપાના વેક્સિનેટર 11 ડોઝ સુધીની રસી કાઢી શકે છે તે માટે 8200થી 8400 સુધી રસીકરણ થઈ શકે છે. આ જ કારણથી 8000 ડોઝ હોવા છતાં મંગળવારે 8250નું રસીકરણ થયું છે.
વાણિજ્યિક એકમોને 31 સેશન સાઈટ પર કોવીશીલ્ડ રસી અપાશે
હાલ રાજકોટ શહેરમાં ચાલી રહેલ વેક્સિનેશન અંતર્ગત વાણિજ્યિક એકમો સાથે સંકળાયેલા લોકો માટે આવતીકાલે શહેરમાં 31 સેશન સાઈટ પર કોવીશીલ્ડ રસી આપવા માટે ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવે છે. જેમાં સરકારની સૂચના અનુસાર વ્યાપારિક એકમો સાથે સંકળાયેલા લોકોએ આવતીકાલ સુધીમાં રસી લઈ લેવાની રહેશે છે, અન્યથા આવા વાણિજ્યિક એકમો ચાલુ રાખી શકાશે નહી.
આ સ્થળો પર રસી મળશે
1) સિવિલ હોસ્પિટલ
2) પદ્મકુંવરબા હોસ્પિટલ
3) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર
4) ચાણક્ય સ્કુલ – ગીત ગુર્જરી સોસાયટી
5) નંદનવન આરોગ્ય કેન્દ્ર
6) શિવશક્તિ સ્કુલ
7) નાનામવા આરોગ્ય કેન્દ્ર
8) મવડી આરોગ્ય કેન્દ્ર
9) શાળા નં.84, મવડી ગામ
10) આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર
11) શાળા નં.28, વિજય પ્લોટ
12) સિટી સિવિક સેન્ટર – અમીન માર્ગ
13) સદર આરોગ્ય કેન્દ્ર
14) અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર
15) શેઠ હાઈસ્કુલ
16) રામનાથપરા આરોગ્ય કેન્દ્ર
17) ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર
18) શાળા નં.61, હુડકો
19) શાળા નં.20 બી, નારાયણનગર
20) જંકશન આરોગ્ય કેન્દ્ર
21) માધાપર આરોગ્ય કેન્દ્ર
22) રેલ્વે હોસ્પિટલ
23) મોરબી રોડ, કોમ્યુનીટી હોલ
24) ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર
25) આદિત્ય સ્કુલ – 32 (IMA આરોગ્ય કેન્દ્ર)
26) કબીરવન આરોગ્ય કેન્દ્ર
27) રામપાર્ક આરોગ્ય કેન્દ્ર
28) શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર
29) પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર
30) કોઠારીયા આરોગ્ય કેન્દ્ર
31) તાલુકા શાળા (BRC) ભવન નો સમાવેશ થાય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.