તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહાપાલિકાની ચૂંટણીનું ફાઇનલ પરિણામ આજે સાંજ સુધીમાં જાહેર થઇ જશે. કોરોના કાળમાં પણ મતદારોએ નિરાશા જેવું મતદાન કર્યું નથી. મનપાના ઇતિહાસમાં માત્ર એક વખત કોંગ્રેસને સત્તા મળી છે. તે સિવાયનો ઇતિહાસ ભાજપ સાથે જોડાયેલો છે ત્યારે પ્રવતર્માન સંજોગોમાં મતદારો રાજકોટની જનતાએ ભાજપની જીત તરફ પોતનો કળશ ઢોળ્યો છે. પણ અત્યારથી જ કોંગ્રસે અને ભાજપે એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવાનું શરુ કરી દીધું છે, કોંગ્રેસે હારનું ઠીકરુ ભાજપ પર ફોડ્યું તો તેના પ્રત્યુત્તર સ્વરૂપે ભાજપે કહ્યું હતું કે રાજકોટની પ્રજા હંમેશા ભાજપમાં વિશ્વાસ રાખે છે અને એટલે જ કોંગ્રેસ હારી ગયું છે.
ભાજપના દબાણથી પરિણામો ફર્યા છે, હું હારની જવાબદારી સ્વીકારું છું -અશોક ડાંગર
રાજકોટમાં ફરી ભાજપ સામે કોંગ્રેસની કંગાળ હાર થઈ છે. આ અંગે ભાજપ પર આક્ષેપ કરતા વોર્ડ 17ના કોંગ્રેસના ઉમેદવાર અને શહેર પ્રમુખ અશોક ડાંગરે કહ્યું હતું કે, અમને પ્રજાનો ચુકાદો શિરોમાન્ય છે, પરંતુ એ નક્કી છે કે ભાજપ સત્તાધારી પક્ષ છે અને તેના દબાણથી જ પરિણામો ફર્યા છે, ચૂંટણી સમયે પોલીસે પણ ભાજપનો હાથો બનીને કાર્ય કર્યુ છે, બાકી અમે હાર્યા નથી, હવે આગામી ચૂંટણીમાં સુધારો કરવામાં આવશે.
રાજકોટની પ્રજા હંમેશા ભાજપમાં વિશ્વાસ રાખે છે - શહેર ભાજપ પ્રમુખ
જંગી બહુમતિથી મળેલી જીત વિશે વાત કરતા રાજકોટ શહેર પ્રમુખ કમલેશ મીરાણીએ જણાવ્યું હતું કે, અમે લોકો-મતદારોનો આભાર વ્યક્ત કરીએ છીએ કે તેમણે ભાજપ તરફી મતદાન કર્યુ અને અમને જંગી બહુમતિથી જીત આપી, રાજકોટના તમામ મતદારોનો અમે આભાર માનવાની સાથોસાથ અમારા હજારો કાર્યકરો, પેજ સમિતિનો પણ આભાર માનીએ છીએ. રાજકોટની પ્રજા હંમેશા ભાજપમાં વિશ્વાસ રાખે છે અને ભાજપની નેતાગીરી તેને ચરીતાર્થ કરે છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં નેતૃત્વમાં રાજ્ય સરકાર સંપૂર્ણ સમર્પણ સાથે જનહિતના કાર્યો કરે છે.
રાજકોટમાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું
ઉલ્લેખનીય છે કે સર્વત્ર ભાજપની જીત વચ્ચે હાલ કોંગ્રેસના વોર્ડ નં-15ની પેનલનો જંગી બહુમતીથી વિજય થયો છે, વોર્ડ નં -15 ની પેનલની વાત કરીએ તો કોંગ્રેસના વશરામ સાગઠિયા અને મકબુલ દાઉદાણી, ભાનુબેન સોરાણી, કોમલ ભરાઈની ટીમે ભાજપના ડો.મેઘાવી સિંધવ, ગીતા પારઘી,વિનુકુમાર ખાણિયા અને વરજાંગ હુંબલને હરાવીને જીત હાંસલ કરી છે.
જનતાનો ભાજપ સરકાર ઉપરનો વિશ્વાસ અંકબંધ - ભાજપના મહિલા ઉમેદવાર
રાજકોટ ભાજપના વોર્ડ નં.1ના ઉમેદવાર ભાનુબેન બાબરીયાએ પોતાની જીત અંગે જણાવ્યું હતું કે, રાજકોટમાં લોકશાહીના પર્વની ઉજવણી પુરી થઇ ગઇ છે અને જાગૃત મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના પાયાને વધુ મજબુત બનાવ્યા છે. અને અમારી પસંદગી કરી છે, હવે અમે રાજકોટને વિકાસ તરફ લઈ જશું. નરેન્દ્રભાઇ મોદીનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકાર રાષ્ટ્રહિતના કાર્યો કરી રહી છે. જનતાનો ભાજપ સરકાર ઉપરનો વિશ્વાસ અંકબંધ છે.
કોંગ્રેસને પોતાની નિષ્ફળતા છુપાવવાની આદત છે. - ભાજપ આગેવાન
પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડે કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આજે ભાજપ વિજય સરઘસની તૈયારીમાં વ્યસ્ત છે ત્યારે કોંગ્રેસીઓ રાબેતા મુજબ પરાજય પચાવી નહિ શકવાના કારણે EVMમાં ગરબડ અને સરકારી મશીનરીના દુરૂપયોગના આક્ષેપો કરતા રહશે. કોંગ્રેસ પાર્ટીને હંમેશા પોતાની નિષ્ફળતા છુપાવવાની જૂની આદત અને માનસિકતા છે. અમને વિશ્વાસ છે કે આજે ભાજપનો જ વિજય થશે
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.