કોરોના રાજકોટ LIVE:આજે નવા 5 કેસ, કોવેક્સિન રસીનો પ્રથમ ડોઝ લીધાના 28 દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો કોવેક્સિનનો બીજો ડોઝ લઇ શકશે

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • કોવેક્સિન રસી માટે શહેરમાં બે સેશન સાઇટ શરૂ કરાઇ છે

રાજકોટમાં કોરોના વાયરસ મુક્ત બની રહ્યું છે. ગઇકાલે રવિવારે શહેરમાં એક માત્ર પોઝિટિવ કેસ નોંધાયો હતો. જયારે આજે 5 કેસ નોંધાયો છે. કુલ કેસની સંખ્યા 42800 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 21 દર્દી સારવાર હેઠળ છે. જે નાગરિકોએ કોવેક્સિન રસીનો પ્રથમ ડોઝ લીધાને 28 દિવસ થઇ ગયા હોય તેઓ કોવેક્સિન રસીનો બીજો ડોઝ આજથી લઇ શકશે. કોવેક્સિન રસી માટે શહેરમાં બે સેશન સાઇટ શરૂ કરાઇ છે.

શહેરમાં આજે માત્ર કોવેક્સિનનો બીજો ડોઝ અપાશે
રાજકોટ શહેરમાં ચાલી રહેલી વેક્સિનેશન કામગીરી અંતર્ગત આજે શહેરમાં 31 સેશન સાઈટ પર કોવિશીલ્ડ રસી આપવામાં આવી રહી છે અને 2 સેશન સાઈટ પર કોવેક્સિન રસીનો માત્ર બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. રાજકોટ શહેરમાં આજે કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના 6646 અને 45 વર્ષથી મોટી ઉંમરના 3420 સહિત કુલ 10066 નાગરિકોએ રસી લીધી.

આજે 31 સેશન સાઇટ પર કોવિશીલ્ડ આપવામાં આવી રહી છે
1) સિવિલ હોસ્પિટલ
2) પદ્મકુંવરબા હોસ્પિટલ
3) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર
4) ચાણક્ય સ્કુલ– ગીત ગુર્જરી સોસાયટી
5) નંદનવન આરોગ્ય કેન્દ્ર
6) શિવશક્તિ સ્કૂલ
7) નાનામવા આરોગ્ય કેન્દ્ર
8) મવડી આરોગ્ય કેન્દ્ર
9) શાળા નં. 84, મવડી ગામ
10) આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર
11) શાળા નં.28, વિજય પ્લોટ
12) સિટી સિવિક સેન્ટર– અમીન માર્ગ
13) સદર આરોગ્ય કેન્દ્ર
14) અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર
15) શેઠ હાઈસ્કૂલ
16) રામનાથપરા આરોગ્ય કેન્દ્ર
17) ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર
18) શાળા નં.61, હુડકો
19) શાળા નં.20 બી, નારાયણનગર
20) જંક્શન આરોગ્ય કેન્દ્ર
21) માધાપર આરોગ્ય કેન્દ્ર
22) રેલ્વે હોસ્પિટલ
23) મોરબી રોડ, કોમ્યુનિટી હોલ
24) ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર
25) આદિત્ય સ્કૂલ– 32 (IMA આરોગ્ય કેન્દ્ર)
26) સરદાર સ્કૂલ, સંત કબીર રોડ
27) રામપાર્ક આરોગ્ય કેન્દ્ર
28) શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર
29) પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર
30) કોઠારીયા આરોગ્ય કેન્દ્ર
31) તાલુકા શાળા (BRC) ભવન

2 સેશન સાઈટ પર કોવેક્સિનનો બીજો ડોઝ અપાય રહ્યો છે
1) શાળા નં. 47, મહાદેવ વાડી, લક્ષ્મીનગર
2) શાળા નં. 49 બી, બાબરીયા કોલોની, અયોધ્યા ચોક