તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:નાગરિક બેંકે મનપાનો વેરો ભર્યો ન હતો, 53 લાખની રિકવરી કરાઈ

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટાર્ગેટ પૂરો કરવા માટે બાકીદારો પર કડક તવાઈ ઉતારતી ટેક્સ શાખા છતાં પણ ‘ભેગુ નહી઼ થાય’

મનપાએ વેરા વસૂલાતનો 200 કરોડનો ટાર્ગેટ પૂરો કરવા માટે દરરોજ રિકવરી માટે ટીમ ઉતારી દીધી છે. મસમોટા બાકીદારોને જપ્તીની નોટિસ આપીને કાર્યવાહી થઈ રહી છે આ પૈકી શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી રાજકોટ નાગરિક સહકારી બેંકમાં પણ ટીમ પહોંચી હતી અને કાર્યવાહી આરંભી હતી. બેંકે ઘણા સમયથી વેરો ભર્યો ન હોવાથી રકમ ઘણી બાકી રહી હતી તેથી ટીમે 53.24 લાખ રૂપિયાની રીકવરી કરી હતી.

આખા દિવસમાં વેરા વસૂલાત શાખાએ 24 મિલકતોને સીલ, 31 મિલકતોને જપ્તીની નોટિસ આપી છે જ્યારે સ્થળ પર જઈને 101.57 લાખ રૂપિયાની રીકવરી પણ કરી છે. જો કે હજુ 185 કરોડ જેટલી રકમ એકઠી થઈ છે અને ટાર્ગેટમાંં 15 કરોડ ઘટે છે તેથી રોજ 1 કરોડની વસુલાત થાય તો પણ ટાર્ગેટ પૂરો થાય તેમ નથી આ કારણે હવે ગત વર્ષની 189 કરોડની વસુલાત કરવા પ્રયાસ શરૂ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો