તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવવધારો:સિંગતેલમાં બે દી’માં રૂ.30નો વધારો, 2400ની સપાટી કૂદાવી, સાઇડતેલ કરતા કપાસિયા તેલ મોંઘું થયું

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

સાઈડતેલ કરતા કપાસિયા તેલ મોંઘું બન્યું છે. આ સિવાય સિંગતેલમાં સતત તેજી જળવાઈ રહેતા સિંગતેલના ડબ્બાએ રૂ.2400ની સપાટી કુદાવી છે. વરસાદની સિઝનને કારણે એક બાજુ બજારમાં કાચા માલની આવક ઓછી થઈ રહી છે. હાલ કપાસ અને મગફળીની આવક માત્ર 30 ટકા જ રહી છે. જેમાં સૌથી વધુ કપાસની ડિમાન્ડ રહેતા તેના ભાવમાં સતત ભાવવધારો થઇ રહ્યો છે.મંગળવારે કપાસિયા તેલનો ભાવ રૂ. 2335 થયો હતો. બજારમાં કપાસની આવક ઓછી છે તેનો સંગ્રહખોરો લાભ ઉઠાવી રહ્યા છે. હજુ ભાવ વધવાની આશાએ સંગ્રહખોરોએ માત્ર 50 ટકા જ માલ વેચવા કાઢ્યો છે.

સાતમ- આઠમના તહેવાર નજીક આવી રહ્યા છે. તેવા સમયે તેલની ડિમાન્ડમાં વધારો થયો છે. વેપારીઓ ભાવવધારા માટે માલની ઓછી આવક અને વધુ ડિમાન્ડને જવાબદાર ગણાવી રહ્યા છે. જોકે હાલ કોઈ આંતરરાષ્ટ્રીય ખરીદી કે ડિમાન્ડ પણ નથી આમ છતાં લોકલ માર્કેટમાં તેનો ઉછાળો જોવા મળ્યો છે. મગફળીમાં પણ 250 થી 300 ક્વિન્ટલ સુધીની આવક છે. જેનો ભાવ રૂ.980 થી લઇને રૂ.1265 બોલાઈ રહ્યો છે.

મંગળવારે સિંગતેલ લૂઝનો ભાવ રૂ.1370 થી 1375 રહ્યો હતો. જેમાં 8-10 ટેન્કરના કામકાજ નોંધાયા હતા.જ્યારે કપાસિયા વોશમાં 1325 થી 1350 ના ભાવે સોદા થયા હતા.કંડલા પામમાં રૂ. 1135, કંડલા સોયારિફાઇનમાં 1322ના ભાવે સોદા પડ્યા હતા. કપાસિયા તેલનો ભાવ રૂ. 2305 થી 2335 થયો હતો. સનફ્લાવર તેલનો ભાવ રૂ. 2200, કોર્ન ઓઇલ રૂ. 2020- 2040 , વનસ્પતિ ઘીનો ભાવ રૂ. 1660-1740 રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...