તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવવધારો:સિંગતેલમાં તેજી, ડબ્બાનો ભાવ રૂ.2400

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારે વરસાદને કારણે મગફળીમાં નુકસાની ગઈ છે અને ઉતારો અોછો આવતા તેલનું પ્રોડક્શન ઘટી રહ્યું છે. સિંગતેલ બજારમાં ડિમાન્ડ હોય તેલના ભાવ છેલ્લા એક મહિનાથી સતત તેજીમાં છે. આ ભાવવધારો દિવાળી પછી પણ ચાલુ રહ્યો છે. શનિવારે સિંગતેલના ડબ્બાના ભાવમાં વધુ રૂ.10 વધ્યા હતા અને સિંગતેલનો ડબ્બો રૂ.2340 થયો હતો.આમ હવે સિંગતેલના ડબ્બાને રૂ.2400 એ પહોંચવામાં માત્ર રૂ. 60નું છેટું છે. સિંગતેલની સાથે કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં રૂ.10 વધ્યા હતા.ભાવ વધ્યા બાદ કપાસિયા તેલનો ડબ્બો રૂ.1750 અે પહોંચ્યો હતો. સિંગતેલ વધવાની સાથે સાઇડ તેલમાં તેજી આવી છે. અને તેની ડિમાન્ડ વધી છે. આ વર્ષે મગફળીનું ઉત્પાદન વધુ થયું હોવા છતાં સિંગતેલનો ભાવ સતત વધી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...