તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • CID Crime, Satisfied By Raiding Only Two Illegal Biodiesel Pumps In Rajkot, Other Pump Owners Started A Line Of Recommendations From Khaki To Khadi In Gandhinagar

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસની ઢીલી નીતિ:રાજકોટમાં ગેરકાયદે બાયોડીઝલના માત્ર બે પંપમાં રેડ કરી સંતોષ માની લેતી CID ક્રાઇમ, અન્ય પંપ માલિકોએ ખાખીથી ગાંધીનગરની ખાદી સુધી ભલામણોનો દોર શરૂ કર્યો

રાજકોટ2 મહિનો પહેલા
ટેન્કરમાં બાયોડિઝલના પંપ ચાલે છે.
  • ચારે દિશામાં ચાલતા બાયોડિઝલના હાટડાઓ પર ક્યારે કાર્યવાહી તે સવાલ

રાજકોટની ચારે દિશામાં ગેરકાયદે બાયોડિઝલ પંપના હાટડાઓ બેરોકટોક ચાલી રહ્યા છે. દિવ્યભાસ્કરે કરેલા ગેરકાયદે પંપના સ્ટીંગ ઓપરેશન બાદ રેલો આવતા રાજકોટ પોલીસને ઊંઘતી રાખી ગાંધીનગર CID ક્રાઇમની ટિમ બે દિવસ પૂર્વે મોડી રાતે રાજકોટ આવી કુવાડવા રોડ પર માલીયાસણ નજીક બે પંપ પર રેડ કરી હતી જો કે રેડ કર્યાની જગ્યાથી 100 મીટર અંતર પર જ બીજો પંપ કાર્યરત હતો જેની સામે હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. અન્ય પંપ સંચાલકોએ ખાખીથી લઇ ગાંધીનગર બેઠેલા મિનિસ્ટરો સુધી ભલામણ કરાવતા CID ક્રાઇમ 2 પંપ પર રેડ કરી સંતોષ માની લીધો છે.

ખાખી અને ખાદીની મિલીભગતથી ચાલતો બેરોકટોક વેપલો
રાજકોટની ચારે દિશામાં એટલે કે રાજકોટ અમદાવાદ હાઇવે, જામનગર હાઇવે, મોરબી હાઇવે, અને ગોંડલ હાઇવે પર 10X10 ની ઓરડીમાં ગેરકાયદે બાયોડિઝલ પંપનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું છે. તમામ પંપ મોટા માથા અને વગદાર લોકોના તેમજ ખાખી અને ખાદીના નામોથી ચાલતા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. એક વાત એવી પણ છે કે રાજકોટ ખાખી અને ખાદીની મિલીભગતથી ચાલતો બેરોકટોક વેપલો સૌરાષ્ટ્ર અને ગુજરાત સુધી બાયોડિઝલ પહોંચાડી રહી છે.

માલીયાસણ નજીક બે પંપ સીઝ કરવામાં આવ્યા.
માલીયાસણ નજીક બે પંપ સીઝ કરવામાં આવ્યા.

પોલીસ કમિશનર કે જિલ્લા પોલીસ વડા સામે શંકાના સવાલો ઉત્પન્ન
બે દિવસ પૂર્વે રાજકોટ અમદાવાદ હાઇવે પર ગાંધીનગર CID ક્રાઇમ ટિમ આવી રાજકોટ પોલીસ ને ઊંઘતી રાખી રેડ કરી છતાં રાજકોટમાં ચારે દિશામાં ચાલતા આવા હાટડાઓ પર કોઇ કાર્યવાહી નહિ કરી રાજકોટ પોલીસ રેડ કરવામાં લાજ કાઢી રહી છે ત્યારે સવાલ એ પણ છે કે શું પોલીસને મળતી મલાઇ રેડ ન કરવાનું કારણ છે ? ઉલ્લેખનિય છે કે ભૂતકાળમાં રાજકોટ શહેરમાં ગાંધીનગર સ્કોડની કોઇ પોલીસ રેડ કરે તો સંબંધિત થાણા અધિકારીને સસ્પેન્ડ અને બદલી કરવા સુધી આકરી કાર્યવાહી પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી છે ત્યારે આ બનાવ બાદ પોલીસ કમિશનર કે જિલ્લા પોલીસ વડા દ્વારા કોઇ કાર્યવાહી ન કરાતા તેની સામે પણ શંકાના સવાલો ઉદભવી રહ્યા છે.

રાજકોટના માલિયાસણ નજીક ગેરકાયદે ચાલતા બાયોડિઝલના પંપને સીઝ કરાયા.
રાજકોટના માલિયાસણ નજીક ગેરકાયદે ચાલતા બાયોડિઝલના પંપને સીઝ કરાયા.

ડિઝલનો ભાવ વધુ હોવાથી લોકો બાયોડિઝલ વાપરે છે
બીજી તરફ બાયોડિઝલ અને ડિઝલના રેટમાં પણ મોટું અંતર હોય છે, જેથી પેટ્રોલ-ડિઝલ પંપના ડીલરોને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. આજે સામાન્ય ડિઝલનો ભાવ 80 રૂપિયાને પાર છે. જેની સામે બાયોડિઝલ રૂપિયા 67માં વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેથી લોકો ડિઝલના બદલે હવે બાયોડિઝલનો વપરાશ વધુ કરી રહ્યાં છે.

10 બાય 10ની ઓરડીમાં ગેરકાયદે પંપ ચાલે છે.
10 બાય 10ની ઓરડીમાં ગેરકાયદે પંપ ચાલે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો