જાહેરનામું:ચાઇનીઝ દોરા, તુક્કલ પર પ્રતિબંધ ફરમાવાયો

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મકરસંક્રાંતિના અનુસંધાને સીપીનું જાહેરનામું
  • ટ્રાફિકને અવરોધરૂપ રીતે પશુઓને ઘાસચારો નાખનાર સામે પણ પોલીસ કાર્યવાહી કરશે

મકરસંક્રાંતિને દિવસે જોખમી ધાબા પરથી પતંગ ઉડાડવા અને ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પોલીસે જાહેરનામું પ્રસિધ્ધ કરી પ્રતિબંધ ફરમાવ્યો છે.પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ કોઇ પણ વ્યક્તિના જાનનું જોખમ થાય તે રીતે જાહેર માર્ગ ફૂટપાથ તેમજ ભયજનક ધાબા પરથી પતંગ ઉડાવી શકાશે નહીં. આમ જનતાને ત્રાસરૂપ થાય તે રીતે મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં.

ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે કપાયેલી પતંગ અને દોરી મેળવવા માટે હાથમાં ઝંડા અને વાંસના બાંબુઓ, લાંબી વાંસની પટ્ટી લોખંડના કે કોઇપણ ધાતુના તારના લંગર બનાવી આમતેમ શેરીમાં દોડી શકાશે નહીં. જાહેરમાં ઘાસચારાના વેચાણ કરવા પર તથા આમજનતા દ્વારા આ ઘાસચારાને ખરીદ કરીને રસ્તા પર ગાય કે અન્ય પશુઓને ઘાસચારો નાખી ટ્રાફિકને અવરોધ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ જાહેરનામું તા.1 જાન્યુઆરીથી તા.16 જાન્યુઆરી સુધી અમલી રહેશે.

અન્ય સમાચારો પણ છે...