24 ચાઇનીઝ ફીરકી જપ્ત:મોરબી રોડ પર જાહેરમાં માંડવો નાખી ચાઇનીઝ દોરી વેચાતી હતી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇલેક્ટ્રિકની દુકાન બહારથી પોલીસે 24 ચાઇનીઝ ફીરકી જપ્ત કરી
  • પોલીસે ભગવતીપરામાંથી 239 ફીરકી સાથે એક શખ્સને પકડ્યો

મકરસંક્રાંતિ પૂર્વે પોલીસ તંત્ર દ્વારા માનવ જિંદગી અને પક્ષીઓનો જીવ લેતી ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે, પરંતુ આ જાહેરનામાની બેઅસર થતી હોવાનું છેલ્લા કેટલાક સમયથી પ્રકાશમાં આવી રહ્યું છે. ચાઇનીઝ દોરીના વેચાણ કે સંગ્રહ કરવા પર પ્રતિબંધ હોવા છતાં આર્થિક લાભ મેળવવા કેટલાક લેભાગુ તત્ત્વો છાનેખૂણે જીવલેણ ચાઇનીઝ દોરીની ફીરકીઓનું વેચાણ કરી રહ્યાં છે. ત્યારે પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ફીરકી સરાજાહેર વેચતા એક શખ્સને પકડી પાડ્યો છે.

મોરબી રોડ, જય જવાન જય કિસાન મેઇન રોડ પર માટેલ ઇલેક્ટ્રિક નામની દુકાન બહાર એક શખ્સ મંડપ નાખી પતંગ-દોરીની સાથે ચાઇનીઝ દોરીની ફીરકી પણ વેચતો હોવાની એસઓજીને માહિતી મળી હતી. જેના આધારે તુરંત ટીમ ત્યાં દોડી જઇ મૂળ ગુંદા ગામના હાર્દિક રમેશ રૈયાણી નામના શખ્સને તેના વેપારના સ્થળેથી રૂ.6600ના કિંમતની અલગ અલગ કુલ 24 ચાઇનીઝ ફીરકી સાથે પકડી કાર્યવાહી કરી છે.

એસઓજીએ અન્ય એક દરોડામાં ભગવતીપરા, નંદનવન-2માંથી મુનાવરશા જાવેદશા મોગલને તેના ઘરમાંથી રૂ.71,700ના કિંમતની 239 ચાઇનીઝ દોરીની ફીરકી સાથે ઝડપી લઇ ધરપકડ કરી છે. આ ઉપરાંત પોલીસે તાકીદ કરી છે કે, ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓ સામે આકરી કાર્યવાહી થશે.

અન્ય સમાચારો પણ છે...