તેજી:સિંગતેલમાં ચાઈનાની ખરીદી બંધ, રૂ. 20 ઘટતા ડબ્બો રૂ.2290 થયો

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિંગતેલ અને સાઇડ તેલમાં દર વખત કરતા આ વર્ષે વધુ ડિમાન્ડ હતી. જેને કારણે ઊંચા ભાવે સોદા થતા હતા. ઊંચા ભાવે વેપાર થતા સિંગતેલમાં સતત તેજી જોવા મળી રહી હતી, પરંતુ હાલમાં ચાઇનામાં નવા વર્ષની ઉજવણી શરૂ થવાને કારણે તેના તરફથી થતી ખરીદી બંધ થઈ ગઇ છે. ગુરુવારે સતત નીચા ભાવે વેપાર થતા સિંગતેલમાં રૂ.20 ઘટ્યા હતા અને સિંગતેલનો ડબ્બો રૂ. 2290 નો થયો હતો. વેપારીઓ જણાવે છે કે, હાલમાં સિંગતેલમાં ઘરાકી છે નહીં અને ચાઈનામાં થતું એક્સપોર્ટ બંધ થઈ ગયું છે. જેથી ભાવમાં ઘટાડો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...