બાંધકામમાં કૌભાંડ:રંગોલી પાર્કની જવાબદારી 1 જુલાઇ પછી છોડી દેવા હાઉસિંગ બોર્ડની ચીમકી

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટ કેસ ચાલતો હોવાથી મેઇન્ટેનન્સ બોર્ડ પર છે હવે જવાબદારી છોડવા પત્ર લખ્યો

રાજકોટની રંગોલી પાર્ક આવાસ યોજનાના બાંધકામમાં કરોડોના કૌભાંડ આચરાયા છે. આ કારણે રહેવાસીઓએ એસોસિએશનની રચના કરી નથી કારણ કે જો તેની રચના થાય તો હાઉસિંગ બોર્ડ તેમને સંચાલન અને મેઈન્ટેનન્સની રકમ આપી જવાબદારીમાંથી બહાર નીકળી જાય તો તેમને ન્યાય ન મળે. છેલ્લા 5 વર્ષથી લડત ચાલે છે અને આ તમામ જવાબદારી બોર્ડ પર જ છે. જો કે હવે આ જવાબદારીમાથી છટકવાનો બોર્ડે ચીમકી આપી નિર્ણય લીધો છે.

હાઉસિંગ બોર્ડે રંગોલી પાર્કના તમામ રહેવાસીને નોટિસ આપીને બહાનુ કાઢ્યું છે કે સ્ટાફ ઓછો છે તેમજ રહેવાસીઓ સ્ટાફ સાથે યોગ્ય વર્તન કરતા નથી તેથી એસોસિએશન બનાવી તા. 30 સુધીમા બધી સુવિધાની જવાબદારી લેવાની રહેશે. એસો.ની રચના થાય કે ન થાય પણ 1 જુલાઈથી હાઉસિંગ બોર્ડ મેઈન્ટેનન્સની કામગીરી બંધ રાખશે તેવી ચીમકી ઉચ્ચારી છે. અ દરમિયાન જો કોઇપણ પરીસ્થિતિ ઉભી થશે તો તે માટે રહીશો જવાબદાર રહેશે હાઉસિંગ બોર્ડને કોઇ લેવાદેવા નહિ હોય તેવુ કહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...