રાજકોટ ક્રાઇમ ન્યુઝ:દેવલોક સોસાયટી પાસે વોકિંગમાં નીકળેલા યુવકના હાથમાંથી મોબાઈલની ચિલઝડપ

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

રાજકોટમાં દેવલોક સોસાયટી તરફ જતા રસ્તા પાસે ચિલઝડપનો બનાવ બન્યો હતો. જેમાં નંબર વગરના બાઇક પર આવેલા બે શખ્સો એક યુવાનના હાથમાંથી મોબાઈલ ફોન ઝુંટવીને નાસી ગયા હતાં.સમગ્ર મામલે યુવકે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદમાં પ્રકાશ વસુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, તે મોરબી રોડ 80 ફુટ રોડ નિત્યમ વિલા સોસાયટીથી નજીક દેવલોક સોસાયટી તરફ જતા રસ્તા પર વોકિંગ કરી રહ્યો હતો. એ સમયે નંબર વગરના સ્પ્લેન્ડર મોટર સાઇકલ પર આવેલા બે અજાણ્યા શખ્સો આવ્યા હતા અને પાછળથી પ્રકાશના હાથમાંથી રૂ. 8 હજારની કિંમતના મોબાઇલ ચીલઝડપ કરી હતી.આ ફરિયાદને આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મુંજકાના પૂર્વ સરપંચ સહિત 4નો વેપારી પર પાઇપથી હુમલો
રાજકોટ શહેરની ભાગોળે મુંજકા ગામે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ 13 માળિયા ક્વાર્ટરમાં રહેતા રાજેન્દ્રસિંહ પથુભા ઝાલા નામના વેપારીએ મુંજકાના પૂર્વ સરપંચ જયેશ જાદવ, નવઘણ આહીર, વિશાલ આહીર અને જયદીપ ઉર્ફે લાલો જળુ સામે હુમલો કરી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાવી છે.

જયેશ જાદવ દખલગીરી કરી દાદાગીરી કરતો હતો
ભૂતખાના ચોકમાં વેપાર કરતા રાજેન્દ્રસિંહની ફરિયાદ મુજબ, શુક્રવારે સાંજે પોતે દુકાન બંધ કરી ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે મુંજકા ગામે પહોંચતા વિશાલે બાઇક આડું રાખી ચાર શખ્સ પોતાના પર તૂટી પડ્યા હતા. જેને કારણે પોતાને માથામાં તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજા તથા બે દાંત પણ તૂટી ગયા હતા. હુમલો કરી ચારેય શખ્સ ત્યાંથી ભાગી ગયા હતા. યુનિવર્સિટી પોલીસ હોસ્પિટલે દોડી આવી હતી. અમારી શ્યામાપ્રસાદ મુખર્જી સોસાયટીના એસોસિએશનમાં મુંજકા ગામનો પૂર્વ સરપંચ જયેશ જાદવ દખલગીરી કરી દાદાગીરી કરતો હોવાથી જયેશ જાદવને સોસાયટીના વોટ્સએપ ગ્રૂપમાંથી કાઢી નાંખ્યો હતો. જેનો ખાર રાખી પોતાના પર હુમલો કર્યાનું પોલીસને જણાવતા પોલીસે ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.