એજ્યુકેશન:બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે, ધો.1 થી 5ની શાળા શરૂ કરો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાલીઓએ શિક્ષણાધિકારીને શાળા શરૂ કરવા રજૂઆત કરી હતી. - Divya Bhaskar
વાલીઓએ શિક્ષણાધિકારીને શાળા શરૂ કરવા રજૂઆત કરી હતી.
  • વાલીઓએ શિક્ષણાધિકારીને કહ્યું, ઓનલાઈન ભણવું મુશ્કેલ છે

કોરોનાની સ્થિતિ હવે કાબૂમાં છે, વ્યાપક પ્રમાણમાં વેક્સિનેશનની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે તેમજ આરોગ્યના નિષ્ણાતોના અભિપ્રાય પ્રમાણે હવે કોરોનાની નવી કોઈ લહેર આવવાની સંભાવના નહિવત છે, તથા બાળકોમાં પણ કોરોનાના સંક્રમણનો કોઈ ખતરો નથી તેવું સ્પષ્ટ છે ત્યારે હવે ધોરણ 1થી 5ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા એ બાળકો અને શિક્ષણના હિતમાં છે તેવું વાલીઓના સમૂહ દ્વારા રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીને રૂબરૂ રજૂઆત કરી આવેદનપત્ર પાઠવાયું હતું.

રજૂઆતમાં વાલીઓએ કહ્યું હતું કે, ધોરણ 1થી5 ના બાળકોની વયના પ્રમાણમાં ઓનલાઇન શિક્ષણ તેમના માટે મુશ્કેલ બન્યું છે પરિણામે છેલ્લા દોઢ વર્ષમાં બાળકોએ શિક્ષણમાં ખૂબ ગુમાવ્યું છે. વાલી સમુદાય પોતાના બાળકોના અભ્યાસ બાબતે ચિંતિત છે અને અનેક વાલીઓ પોતાના બાળકોને શાળામાં મોકલવા સાથે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા સંમત થઈ રહ્યા છે ત્યારે ચોક્કસ ગાઇડલાઇન્સ સાથે શાળાઓ પૂર્વવત શરૂ થાય તેવી માગણી છે. કોરોનાની કાબૂમાંઆવેલી પરિસ્થિતિમાં શાળાઓ શરૂ કરવી જોઇએ અને કદાચ કોરોનાના કેસ ફરી જોવા મળે તો તકેદારી માટે તુરંત શાળા બંધ કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...