તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવચેતી:કોરોનાની ત્રીજી લહેરમાં ક્રોનિક ડીસીઝવાળા બાળકોની ચિંતા, વાલીઓએ રસી લેવી ફરજીયાત, વેન્ટિલેટર સાથેના બેડ વધારવા રાજકોટમાં તબીબોને સૂચના

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં અંદાજે 2500થી વધુ બાળકો ટાઈપ વન ડાયાબિટીસના દર્દી
  • બાળકોમાં સંક્રમણ ઘટે તે માટે તેમના વાલીઓએ વેક્સિન લેવી જરૂરી

કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો મહત્તમ ખતરો બાળકોમાં રહે તેવા અનુમાન સાથે પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ક્રોનિક ડીસીઝવાળા બાળકો માટે તેમના વાલીઓ ઉપરાંત બાળરોગ નિષ્ણાતો પણ ચિંતિત છે. જેનું મુખ્ય કારણ એ છે કે, આવા બાળકોને ઈન્ફેકશન લાગે તો પરિસ્થિતિ વધુ જોખમી બની શકે છે. ત્યારે વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા તબીબોને ICU અને વેન્ટિલેટરવાળા બેડ વધારવા સૂચના અપાય છે. આવા બાળકોના વાલીઓએ ફરજીયાત રસી લેવા બાળરોગ નિષ્ણાતોએ અપીલ કરી છે.

કિડની ડીસીઝના બાળ દર્દીઓને પણ કોરોનાનો ખતરો
સૌરાષ્ટ્ર-કચ્છમાં અંદાજે 2500થી વધુ બાળકો ટાઈપ વન ડાયાબિટીસના દર્દી છે. આ સાથે ડાયાબિટીસ ઉપરાંત કિડની ડીસીઝના બાળ દર્દીઓનો પણ સમાવેશ થાય છે. જે બાળકને સ્ટિરોઈડ લેવા પડતા હોય તેવા અને અસ્થમાના બાળ દર્દીઓમાં તબીબો કોરોના વધુ અસર કરે તેવું માની રહ્યાં છે. આવા બાળકોમાં સંક્રમણની સંભાવના ઘટે તે માટે તેમના વાલીઓએ વેક્સિન લેવી જરૂરી છે. આથી ક્રોનિક ડીસીઝવાળા બાળકોમાં સંક્રમણ અટકાવી શકાય.

રાજકોટમાં નર્સિંગ સ્ટાફને ત્રીજી લહેરને લઇ ટ્રેનિંગ અપાશે
કોરોનામાં બીજી લહેર દરમિયાન સર્જાયેલી સ્થિતિ બાદ ત્રીજી લહેરની સંભાવનાના પગલે આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર આગમચેતીના ભાગરૂપે કામ કરી રહ્યું છે. જેમાં હાલ પિડિયાટ્રિશિયન્સને કોરોના ટ્રીટમેન્ટ માટેની તાલીમ પૂર્ણ થવા પર છે અને નર્સિંગ સ્ટાફને પણ હવે બાળ દર્દીઓની કોરોના સારવાર માટે ટ્રેનિંગ આવતા દિવસોમાં આપવા શરૂઆત કરવામાં આવશે.

બાળકોના વાલીઓએ રસી અવશ્ય મૂકાવી લેવી.
બાળકોના વાલીઓએ રસી અવશ્ય મૂકાવી લેવી.

ખાનગી ચિલ્ડ્રન હોસ્પિટલોમાં 1000 બેડ ઉભા કરાશે
રાજકોટ પિડિયાટ્રિસ્ટ્સ એસોસિયેનના પ્રમુખ ડો. ઝંખના સંઘવીએ જણાવ્યું હતું કે, હાલ રાજકોટની ખાનગી ચિલ્ડ્રન હોસ્પિટલોમાં 500 જેટલા બેડ ઉપલબ્ધ છે તે વધારીને 1000 કેપેસિટી કરવા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. બે દિવસ પૂર્વે રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેક્ટર અને નોડલ ઓફિસર દ્વારા ક્રિટિકલ કેર એક્સપર્ટ્સ, IMAના પ્રતિનિધિ વગેરે સાથે બેઠક કરી તે દરમિયાન બાળરોગ નિષ્ણાતોને ખાનગી હોસ્પિટલોમાં બાળ દર્દીઓ માટે ઓક્સિજન બેડ અને વેન્ટિલેટરની સંખ્યા વધારવા પર ભાર મુકાયો હતો અને જે હોસ્પિટલની યાદી તૈયાર કરી સરકારને સુપ્રત કરવામાં આવશે.

સમરસમાં તમામ માળ પર ઓક્સિજન લાઇન નખાશે
ખાસ કરીને રાજકોટમાં ડોકેટરો અને હોસ્પિટલો પાસે હાલ 350 બેડ ઉપલબ્ધ છે, તે વધારીને 1 હજાર કરવા ઉપર ભાર મુકી તે અંગે કાર્યવાહી કરવા સુચના આપી હતી, આ માટે સરકારી તંત્રની મદદની ખાત્રી આપી હતી. આ ઉપરાંત બીજા મહત્વના નિર્ણયમાં સમરસ હોસ્ટેલમાં ઓક્સિજન લાઇનવાળા 4 માળ છે. તે સિવાયના અન્ય માળો ઉપર પણ ઓક્સિજન પાઇપલાઇન નાંખવા, સમરસમાં 50 બેડનું આઇ.સી.યુ., વેન્ટિલેટર સાથેની સુવિધા વધારવા તથા કેન્સર કોવિડમાં 25 બેડ આઇસીયુ-વેન્ટિલેટરવાળા છે. તે 50 બેડનું કરી નાંખવાનો સમાવેશ થાય છે.

ક્રોનિક ડીસીઝવાળા બાળકોમાં કોરોનાનું સંક્રમણ ફેલાવાની શક્યતા છે.
ક્રોનિક ડીસીઝવાળા બાળકોમાં કોરોનાનું સંક્રમણ ફેલાવાની શક્યતા છે.

હવે ડાયરેક્ટ કેન્સર કોવિડ અને સમરસમાં દાખલ થઇ શકાશે
ત્રીજો મહત્વનો નિર્ણય એ લેવાયો કે ત્રીજી લહેરમાં બહુ કેસો વધી જાય તો પહેલા સિવિલમાં જવુ પડે અને ત્યાંથી સમરસ કે કોવિડ કે અન્ય હોસ્પિટલોમાં ખસેડાય તેવો આગ્રહ રખાયો હતો. તે હવે પડતો મુકાશે અને હવે ડાયરેક્ટ કેન્સર કોવિડ અને સમરસમાં દાખલ થઇ શકાશે. પરિણામે સિવિલમાં લાઇનો ઘટશે. અત્યંત ગંભીર સ્થિતિમાં જ સિવિલમાં જે તે દર્દીને લવાશે.

અન્ય સમાચારો પણ છે...