આ દિલ્હીની નહીં ગુજરાતની સરકારી સ્કૂલ છે:ગામડાંમાં બનેલી આ હાઈટેક સ્કૂલમાં શહેર છોડીને ભણવા આવે છે ડોક્ટર, વકીલ, અધિકારીનાં સંતાનો

રાજકોટ13 દિવસ પહેલાલેખક: રક્ષિત પંડ્યા

વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર અને ગુજરાતની ભાજપ સરકાર વચ્ચે બાળકોને આપવામાં આવતા શિક્ષણને લઇ રાજકારણ જરૂરથી કરવામાં આવી રહ્યું છે, પરંતુ દિલ્હીની સ્કૂલને ટક્કર આપે એવી ગુજરાતમાં પણ સ્કૂલ છે. સામાન્ય રીતે તમે જોયું હશે કે જોતા આવો છો કે ગામડાંમાંથી મોટી ફી ભરી અભ્યાસ માટે બાળકો શહેર તરફ વળી રહ્યા છે, પરંતુ જામકંડોરણાના ખોબા જેવડા દૂધીવદર ગામમાં આ ટ્રેન્ડ ઊલટો છે, કારણ કે અહીં શહેરમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે. દૂધીવદરની સરકારી પ્રાથમિક સ્કૂલમાં છેલ્લાં ચાર વર્ષમાં ખાનગી સ્કૂલમાં અભ્યાસ છોડી 80 જેટલાં બાળકો આ સરકારી સ્માર્ટ સ્કૂલમાં અભ્યાસ માટે આવી રહ્યાં છે.

ટેક્નોલોજી એવી કે ખાનગી સ્કૂલનું કંઈ ન આવે
દૂધીવદર ગામની આ સ્માર્ટ સ્કૂલ રાજકોટ જિલ્લાની પ્રથમ સ્માર્ટ સ્કૂલ છે. અહીં વિદ્યાર્થીઓને અદ્યતન ટેકનોલોજી અને સુવિધાઓ સાથે તેમજ મનોરંજન સાથે શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. આ સ્કૂલ ખાનગી સ્કૂલને પણ ટક્કર આપે એવી છે, કારણ કે અહીં અતિઆધુનિક ટેક્નોલોજી લાવીઇન્ટરનેટ, વાઇફાઇ, સ્માર્ટ બોર્ડ, લેપટોપ અને ટેબ્લેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામથી સ્કૂલ જાણીતી બની
સ્કૂલનાં સુંદર શૈક્ષણિક કાર્યો અને તેમનાં સારાં પરિણામોને લઈને આ સ્કૂલને અનેક અવોર્ડ અને અનેક સન્માનો પણ મળ્યાં છે. ત્યારે હાલ આ સ્કૂલ રાજકોટ જિલ્લાની પ્રથમ સ્માર્ટ સ્કૂલ તરીકે પ્રસિદ્ધ થતાં ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ છોડી અહીં ગામડાંમાં આવેલી સ્માર્ટ સ્કૂલમાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...