બાળરક્ષક:પિતા બહાનું કાઢીને બહાર જતા રહે છે એટલે પુત્રીએ બાઇક અને કારની ચાવી સંતાડી, ઉનામાં ધો.4નો વિદ્યાર્થી જાતે મશીન ચલાવી માસ્ક બનાવે છે

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનામાં બાળક રાતે મશીન પર બેસી માસ્ક બનાવી રહ્યો છે જ્યારે રાજકોટમાં બાળકીએ પિતાના બાઇક અને કારની ચાવી સંતાડી દીધી
  • ઉનાના ધો.4નો વિદ્યાર્થી રાતે સિલાઇ મશીન પર બેસી માસ્ક બનાવી ગરીબ લોકોમાં વિતરણ કરે છે

રાજકોટ/ઉના: કોરોનાના ભય વચ્ચે લોકો જીવી રહ્યા છે ત્યારે બાળકોએ પણ સામે ચાલી હિંમત દાખવી છે. નરેન્દ્ર મોદીએ બાળકોને બાળરક્ષક તરીકે બિરદાવ્યા છે. ત્યારે રાજકોટમાં ગાંધીગ્રામ વિસ્તાર રહેતી એક બાળકીએ તેના પિતા વારંવાર બહાનું કાઢી બહાર જતા રહેતા હોવાથી બાઇક અને કારની ચાવી એકવીસ દિવસ સુધી સંતાડી દીધી છે.  બીજી તરફ ઉનામાં ધોરણ 4નો વિદ્યાર્થી રાતે સિલાઈ મશીન પર બેસી માસ્ક બનાવી લોકોને આપી રહ્યો છે. પરિવારજનોની ચિંતા બાળકોમાં પણ હોય છે તેના આ બે  કિસ્સા છે. બાળકો કોરોના સામેની લડાઇમાં જોડાઇ ચૂક્યા છે. ત્યારે રસ્તા પર બિન જરૂરી નીકળનારા લોકો માટે આ ચેતવતો સંદેશ આપે છે. હવે તો સમજો તમારા બાળકો તમને ચેતવી રહ્યા છે. 

રાજકોટની બાળકીએ વીડિયો બનાવી લોકોને સંદેશ આપ્યો
રાજકોટમાં ગાંધીગ્રામમાં રહેતી જીયા શાહે જણાવ્યું હતું કે લોકો ઘરમાં જ રહે તેની શરૂઆત મેં મારા ઘરથી કરી છે. મારા પિતા કોઈ બહાનું કાઢી બહાર જતા રહેતા હતા જો તે ઘરની બહાર રહેશે તો કોરોના મારા ઘરની અંદર આવશે. પિતાને સમજાવવા એક પુત્રીએ તેના બાઈક અને કારની ચાવી સંતાડી દીધી છે તો બીજી તરફ ઉનામાં રહેતો જેનીલ તેમના નામનો ધોરણ 4નો વિદ્યાર્થી સિલાઈ મશીન ઉપર જાતે બેસી રોજના સૌથી વધુ માસ્ક બનાવી ગરીબ અને નિરાધાર બાળકોને આપી રહ્યો છે. આવી મહામારી થી બચવા લોકો માસ્ક બાંધે અને ઘરમાં રહે તેવી અપીલ પણ કરી હતી.

બાળકો સેલ્ફ ક્વોન્ટાઇન કરવાની અપીલ કરે છે
આ સિવાય રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં રહેલા બાળકો ઘરમાં અવનવા ચિત્રો દોરી સોશિયલ મીડિયામાં શેર કરી લોકોને ઘરમાં રહેવા માસ્ક બાંધવા અને જો કોઈ બીમારીવાળા દર્દીના સંપર્કમાં આવ્યા હોય તો જાતે જ ક્વોરોન્ટાઇન થવાની અપીલ પણ કરી રહ્યા છે

અન્ય સમાચારો પણ છે...