ત્રીજી લહેરની દહેશત:રાજકોટ ગ્રામ્યમાં આરોગ્ય વિભાગનો 6થી 18 વર્ષનાં બાળકો અને તરૂણોનો સર્વે, 40 હજારમાંથી 631ને શરદી-ઉધરસ, તાવનાં લક્ષણો, 1 બાળક ડિપ્રેશનનો શિકાર

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • એક બાળકને હાર્ટ, 11ને ચામડીનાં અને 8માં જન્મજાત ખોટ જોવા મળી

કોરોનાની ત્રીજી લહેરની દહેશત મંડરાઇ રહી છે. ત્યારે તંત્રએ રાજકોટ જિલ્લામાં બાળકોનો સર્વે એક ઝુંબેશનાંરૂપમાં હાથ ધર્યો છે. જેમાં 0થી 5 વર્ષનાં બાળકોનો સર્વે પુરો થયા બાદ હવે 6થી 18 વર્ષનાં બાળકો અને તરૂણોનો સર્વે જિલ્લા આરોગ્ય તંત્રએ હાથ ધર્યો છે. જેમાં પાંચ દિવસમાં આશરે 40 હજાર બાળકોનો સર્વે કરાયો છે. તેમાંથી 631 બાળકો અને તરૂણોમાં શરદી - ઉધરસ, તાવનાં લક્ષણો જોવા મળતા રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ તબીબી ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા.

3,24,204 બાળકો અને તરૂણોનો સર્વે કરાશે
રાજકોટ જિલ્લામાં 6થી 18 વર્ષની વય જૂથનાં 3,24,204 બાળકો અને તરૂણોનો આશા વર્કર બહેનો દ્વારા ઘરે ઘરે જઈને સર્વે કરવામાં આવી રહ્યો છે. ગત એક સપ્તાહ પૂર્વે આ સર્વે શરુ કરવામાં આવ્યો હતો. જેમાં આજ દિવસ સુધીમાં 40,000 બાળકોનો એટલે કે આશરે 13 ટકા બાળકોનો સર્વે પૂરો થઈ ગયો છે. જિલ્લા વિકાસ અધિકારીએ જણાંવ્યું હતું કે, આ સર્વે જ્યાં સુધી તમામ બાળકોને આવરી નહિ લેવાય ત્યાં સુધી ચાલશે. અત્યાર સુધીનાં સર્વેમાં 631 બાળકોને શરદી-ઉધરસ અને તાવના લક્ષણો જણાતા તેમને આગળની તપાસ તબીબી ટીમ કરશે.

સર્વેમાં 90 બાળકોને કોવિડના લક્ષણો જોવા મળ્યાં
આ સર્વે દરમિયાન 90 જેટલા બાળકોને કોવિડનાં લક્ષણો જોવા મળ્યા હતા અને કુલ 11 તાલુકામાં મળીને 151 બાળકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો પરંતુ તમામ રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહત અનુભવી હતી. ચોંકાવનારી બાબત એ સામે આવી હતી કે એક બાળકને ડિપ્રેશન, એકને હાર્ટ, 11ને ચામડીનાં અને 8ને જન્મજાત ખોટ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમાં બાળકો ડિપ્રેશનનો શિકાર બની રહ્યા હોવાની ચોંકાવનારી વિગત આ સર્વે દરમિયાન જાણવા મળી છે.

પ્રતિકાત્મક તસવીર.
પ્રતિકાત્મક તસવીર.

0-5 વર્ષના 1,43,355 બાળકોનો સર્વે પૂર્ણ
હાલમાં કોરોનાકાળની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લેતાં થર્ડ વેવમાં બાળકોમાં સંક્રમણ ફેલાવવાની સંભવના છે. જેને અટકાવવા માટે કલેકટર અરૂણ મહેશ બાબુની સૂચનાથી 0-5 વર્ષના 1,43,355 બાળકોનો સર્વે હાથ ધરાયો હતો. જેમાં ચોંકાવનારું તારણ સામે આવ્યું હતું. આ સર્વે અનુસાર કુપોષણથી પીડિત 550 બાળકો, લોહતત્વની ખામી ધરાવતા 430 બાળકો, જન્મજાત ખામી ધરાવતા 142 બાળકો, અન્ય રોગ ધરાવતા 166 બાળકો અને વિકાસ દર ઓછો હોય તેવા 91 બાળકો સામે આવ્યા હતા.

બાળકોનાં સ્ક્રીનીંગની માર્ગદર્શિકા તૈયાર કરી
રાજકોટ જિલ્લાનાં 0થી 5 વર્ષનાં તમામ બાળકોનું આશા તથા આંગણવાડી વર્કરો મારફતે તેમના વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ મુલાકાત કરી પ્રાથમિક સ્ક્રીનીંગ કરી ગંભીર લક્ષણોવાળા બાળકોને RBSK Dedicated ટીમ મારફતે જરૂરી સારવાર તથા હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. આ તમામ કામગીરીનું સુચારૂ અમલવારી માટે જરૂરી તાલીમ આપવામાં આવી છે. જે માટે ICDS વિભાગનાં CDPO તથા મુખ્યસેવિકા અને આરોગ્ય વિભાગના વિવિધ અધિકારીઓએ બાળકોનાં સ્ક્રિનિંગની માર્ગદર્શિકા તૈયાર કરી હતી.

પ્રતિકાત્મક તસવીર.
પ્રતિકાત્મક તસવીર.

ઘનિષ્ઠ સારવાર માટે સુચારુ આયોજન
રાજકોટ જિલ્લાના 0થી 5 વર્ષના બાળકો તામામ બાળકોનું આશા તથા આંગણવાડી વર્કર મારફતે તેમના વિસ્તારમાં ડોર ટુ ડોર મુલાકત કરી સિન્ડ્રોમ એપ્રોચથી પ્રાથમિક સ્ક્રિનિંગ કરી ગંભીર લક્ષણો ધરાવતા બાળકોને મેડિકલ ટીમ પાસે રીફર કરવામાં આવ્યા હતા. આ મેડિકલ ટીમ તેમની ઘરે જઇ તપાસ કરી વધુ સારવાર અર્થે હાયર સેન્ટર પર રીફર કરાયા હતા. જ્યાં તેમને ઘનિષ્ઠ સારવાર મળી રહે તે મુજબનું સુચારૂ આયોજન કરી આ અભ્યાન હાથ ધરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...