રાજકોટના સમાચાર:રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રનો દબદબો,દિલ્લીની ટીમ ક્લિન બોલ્ડ,જયદેવ ઉનડકટ પ્લેયર ઓફ ધ મેચ

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ જામનગર રોડ પર ખંઢેરી સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલ રણજી ટ્રોફી મેચમાં સૌરાષ્ટ્રની જીત થવા પામી છે. રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર અને દિલ્લી વચ્ચે ચાલી રહેલી મેચમાં ટોસ જીતી દિલ્લીએ પ્રથમ ઇનિંગની બેટિંગ શરૂઆત કરી હતી જેમાં સૌરાષ્ટ્રનો દબદબો રહ્યો હતો અને દિલ્લી ટિમ પ્રથમ દિવસે માત્ર 133 રનમાં ઓલઆઉટ થઇ ચુકી હતી. જેની સામે સૌરાષ્ટ્રએ 8 વિકેટ ગુમાવી 574 રન બનાવ્યા હતા અને દાવ ડિક્લેર કર્યો હતો જો કે બીજા દાવમાં પણ દિલ્લી માત્ર 227 રનમાં ઓલઆઉટ થઇ જતા સૌરાષ્ટ્રની જીત થવા પામી છે. આ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ સૌરાષ્ટ્રના કેપ્ટ્ન જયદેવ ઉનડકટ બન્યા હતા. ઉલ્લેખનીય છે કે આ મેચ દરમિયાન જયદેવ ઉનડકટે પ્રથમ ઇનિંગની પ્રથમ ઓવરમાં જ હેટ્રિક મેળવી રેકોર્ડ કર્યો હતો.

કલેકટરે ગેરકાયદેસર ચીજોનું વેચાણ કરતા બાળકોને રેસ્ક્યુ કરવા સૂચના આપી
રાજકોટમાં જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને બાળકોને મજૂરી કરતા અટકાવવાના હેતુસર ચાઈલ્ડ લેબર વિભાગની ડીસ્ટ્રિકટ ટાસ્ક ફોર્સની બેઠક યોજાઇ હતી. જેમાં કલેકટરે મજૂરી કરતા બાળકો સંદર્ભે પોલીસ ફરિયાદનો તાત્કાલિક ઉકેલ લાવવા તેમજ રસ્તાઓ, ટ્રેન, રેલવે, શોપ, મોલની નજીકમાં ગેરકાયદેસર ચીજવસ્તુઓનું વેચાણ કરતા બાળકોને રેસ્ક્યુ કરવા માટે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં બાળ મજૂરોને શોધવા માટે ખાસ ઝુંબેશ ચલાવવાના સૂચનો આપ્યા હતા.

44 કરોડની કિંમતની ખુલ્લી કરાઈ
મ્યુનિ. કમિશ્નર અમિત અરોરાની સૂચના અનુસાર શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં.3માં ટી.પી. સ્કીમ-19, એફ.પી.-12/એ, રેલ નગરમાં રાજકોટ મહાનગર પાલિકાના એસ.ઈ.ડબ્લ્યુ.એસ.એચ હેતુના અનામત પ્લોટમાં રૂમનું ચાલુ ગેરકાયદેસર બાંધકામ દુર કરી, અંદાજે 44 કરોડની કિંમતની 8820 ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવેલ છે.

ડુમિયાણી ટોલ પ્લાઝામાં ભાવ વધતા વેપારીઓએ કલેકટરને આવેદન પાઠવ્યું
પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર ઉપલેટા નજીક આવેલા ડુમિયાણી ટોલ પ્લાઝા દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો હોવાનું વાહન ચાલકોએ જણાવ્યું હતું ત્યારે ટોલ પ્લાઝામાં થયેલા ભાવ વધારાને લઈને ભાવ ઘટાડવા અને સ્થાનિક વાહનોને રાહત તેમજ ઓછો ટોલ ચૂકવવા માટેની માંગણીઓ લઈને ઉપલેટાના આગેવાનો રાજકોટ કલેકટરને આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા હતા. આગામી દિવસોની અંદર આ ટોલ પ્લાઝા પર ભાવ વધારો પાછો નહીં ખેંચાઈ અને સ્થાનિક વાહનોને અને સ્થાનિક રાહદારીઓને રાહત ભાવ કે ઓછી કિંમત વસૂલવામાં નહીં આવે તો ગાંધીચિંતા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી પણ જણાવવામાં આવ્યું છે.

પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચતા 82 આસામી ઝડપાયા
રાજકોટમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ – 2021 અન્વયે ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક કેરી બેગ જપ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણેય ઝોનમાંથી કુલ 82 આસામીઓ પાસેથી 56 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.58,400નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

સતત પાંચ દિવસથી સૌરાષ્ટ્રમાં PGVCLના દરોડા
સૌરાષ્ટ્રમાં મોટાપાયે થતી વીજચોરીની બાતમીના આધારે છેલ્લા પાંચ દિવસથી હાથ ધરાયેલી ચેકિંગ ઝુંબેશ આજે પણ ચાલુ રાખવામાં આવી હતી. જેમાં આજે પાંચમા દિવસે રાજકોટમાં મેટોડા-રોણકી ઉપરાંત સુરેન્દ્રનગર તથા જામનગર જિલ્લામાં પણ ધોંસ બોલાવવામાં આવી હતી. રાજકોટ ગ્રામ્યના મેટોડા તથા રોણકીમાં સવારથી કોર્પોરેટ વિજિલન્સ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. જેમાં 10 ગામોની અંદર 35 ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સિવાય સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી-ડીસા તથા ધ્રાંગધ્રામાં કુલ 38 તથા જામનગર-લાલપુરમાં 30 ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...