તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ મોટેરામાં ઇંગ્લેન્ડ અને ઇન્ડિયા વચ્ચે 2 ટેસ્ટમેચ અને 5T20 મેચ યોજાવાની છે. અમદાવાદની હોટલ હયાત રેજન્સીમાં ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની ટીમ 1 મહિના માટે રોકાઈ છે. સાથે ટીમ ઇન્ડિયાના કેટલાક પ્લેયર્સની સાથે તેમના પરિવારો પણ રોકાયા છે. આ હોટલમાં બાયોબબલ વ્યવસ્થાને કારણે પ્લેયર્સના પરિવાર બહાર જઈ શકતા નથી, સાથે પ્લેયર્સને પણ માત્ર પ્રેક્ટિસ અને મેચ રમવા માટે જ હોટલની બહાર જવા દેવામાં આવે છે.
એ સિવાય કોઈ આઉટિંગ માટે કોઈને પરવાનગી આપવામાં આવી નથી. હોટેલ હયાત રેજન્સીના 150 લોકોના સ્ટાફને પણ હોટલની બહાર ન જવા સૂચના આપવામાં આવી છે. ત્યારે આજે ચેતેશ્વર પૂજારાની દીકરીની બર્થડે પણ હોટલમાં ઊજવવામાં આવી. હોટલનાં આંતરિક સૂત્રો મુજબ, બ્રેકફાસ્ટ દરમિયાન તમામ પ્લેયર્સ અને તેમના પરિવાર સાથે માત્ર કેક કાપીને સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. જોકે પ્લેયર્સને પ્રેક્ટિસ માટે પણ જવાનું હતું. એટલે ચેતેશ્વર પૂજારા પણ વધુ સમય ન આપી શક્યા અને બધા પ્લેયર્સ સાથે સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ માટે રવાના થઈ ગયા.
સાંજે તમામ પ્લેયર્સના પરિવારે સાથે મળીને સેલિબ્રેશન કર્યું હતું, જેમાં હોટલ દ્વારા પેપેરપિંક થીમ તૈયાર કરવામાં આવી હતી, જેમાં પિંક અને વાઇટ બલૂન લગાવીને રૂમ ડેકોરેટ કરાયો હતો, સાથે આ પાર્ટીમાં ફરીથી કેક કટિંગ કરવામાં આવ્યું હતું. નાનાં બાળકો આ પાર્ટીમાં અનેક ગેમ્સ પણ રમ્યાં હતાં. આ પાર્ટીમાં રોહિત શર્માની પુત્રીએ માઇકથી ગીત ગાતાં કહ્યું હતું કે હેપ્પી બર્થડે અદિતિ....આ પાર્ટીની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં જોવા મળી રહી છે, સાથે માત્ર પ્લેયર્સના પરિવાર આ પાર્ટીમાં જોડાયા હતા, કારણ કે પ્લેયર્સ સ્ટેડિયમમાં વ્યસ્ત હતા.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.