રાજકોટ મ્યુનિ.ના ફૂડ વિભાગ દ્વારા કોઠારિયા રોડ પર આવેલ સુધાંગ ડેરી ફાર્મમાંથી કેશર શિખંડનો નમૂનો લીધો હતો. જેના રિપોર્ટમાં કલરિંગ મેટર તરીકે સિન્થેટિક ફૂડ કલરની હાજરી જોવા મળી હતી. આથી આ નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે. આ કેસમાં નામદાર એજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરે નમુનો આપનાર પેઢીના માલિક સંજયભાઈ વલ્લભભાઈ ખૂંટને રૂ. 15 હજાર દંડનો હુકમ કર્યો છે.
માવા બદામ આઈસ્ક્રિમમાં ફેટનું પ્રમાણ વધુ જોવા મળ્યું
ફૂડ વિભાગે બોમ્બે સુપર હાઇટ્સ 1માં શોપ નં. 20માં આવેલ શ્રી શક્તિ કોઠી આઈસ્ક્રિમમાંથી માવા બદામ આઈસ્ક્રિમનો નમુનો લીધો હતો. જેમાં રિપોર્ટમાં મિલ્ક ફેટનું પ્રમાણ ધારા ધોરણ કરતાં ઓછું મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે. આ અંગેના કેસમાં નામદાર એજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક પંકજભાઈ પરસોતમભાઈ ગોપાલકાને રૂપિયા 15 હજાર દંડનો હુકમ કરવામાં આવ્યો છે.
આખા મરચામાં બ્રોકન ફ્રૂટ્સ સીડ અને ફ્રેગ્મેંટ્સનું પ્રમાણ વધુ
ફૂડ વિભાગ દ્વારા RMC આવાસ યોજના બાજુમાં નાનામવા સર્કલ પાસે આવેલ શ્રીરામ મસાલા માર્કેટ (સિઝનલ મંડપ)માંથી 'મરચું આખું (લુઝ)' નો નમુનો લીધો હતો. જેના રિપોર્ટમાં બ્રોકન ફ્રૂટ્સ સીડ અને ફ્રેગ્મેંટ્સનું પ્રમાણ વધુ મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે. આ કેસમાં નામદાર એજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરે નમુનો આપનાર પેઢીના માલિક ભાવેશભાઈ અરજણભાઈ વિકાણીને રૂપિયા 10 હજાર દંડનો હુકમ કર્યો છે.
ચીકીનું ઉત્પાદન કરતા સ્થળોએ ચેકિંગ
શિયાળાની ઋતુ અને મકરસંક્રાંતિના તહેવારોમાં ચીકીનું વ્યાપક પ્રમાણમાં વેચાણ થતું હોય છે. જેને ધ્યાને લઈ આરોગ્ય વિભાગે ચીકીના ઉત્પાદન અને વેંચાણ કરતા સ્થળોનું ચેકિંગ કર્યું હતું. ફૂડ વિભાગની ટીમ દ્વારા રામનાથ પરા, સોની બજાર, સાંગણવા ચોક, હરિધવા મેઇન રોડ, સહકાર મેઇન રોડ, નેહુરૂનગર 80-ફૂટ રોડ, કુવાડવા રોડ, કેસરી પુલ-પારેવડી ચોક તથા જૂનો મોરબી રોડ વિસ્તારમાં આવેલ ચીકીનું ઉત્પાદન અને વેચાણ કરતાં 30 ફૂડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરી હતી. જેમાં 12 પેઢીને લાઇસન્સ બાબતે તેમજ પેકિંગ પર ઉત્પાદનની વિગત દર્શાવવા બાબતે સૂચના આપી હતી.
આ 12 પેઢીને લાઇસન્સ અંગે સૂચના અપાઇ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.