તપાસ:જીનિંગ-ઓઈલ મિલના ધંધાર્થીને ત્યાં સતત બીજા દિવસે તપાસ

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારીઓના રાજ્યભરના વ્યવહારો ખુલ્યા
  • બોગસ બિલિંગ કૌભાંડના મુદે જીનિંગ મિલમાં સૌપ્રથમ વખત તપાસ

ગુરૂવારે રાજકોટ, મોરબી, વાંકાનેર, ભાવનગર સહિત રાજ્યભરમાં જીનિંગ અને ઓઈલમિલના ધંધાર્થીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી. 42 સ્થળોએ તપાસ કરાઈ હતી. જે પૈકી સૌથી વધુ તપાસ સૌરાષ્ટ્રમાં થઈ હતી. જે તપાસ કરવામાં આવી તે બોગસ બિલીંગ કૌભાંડના મુદે કરાઇ હતી જેમાં સૌ પ્રથમ વખત પહેલીવાર એવું બન્યું છે કે જીનિંગ મિલના ધંધાર્થીઓને ત્યાં તપાસ સૌથી વધુ કરવામાં આવી હોય.

તપાસ દરમ્યાન મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળી આવ્યા છે. જે કબજે લેવામાં આવ્યા છે. કબજે લેવાયેલા દસ્તાવેજોની ચકાસણી હવે કરવામાં આવશે. તેમજ વ્યવહારોની ચકાસણી કરવામાં આવતા અન્ય વેપારીઓના નામ પણ ખુલ્યા છે.

ચેકિંગ દરમ્યાન જે વેપારીઓના નામ ખુલ્યા છે તે તમામની હવે પુછપરછ કરવામાં આવશે. પ્રાથમિક તપાસમાં જ કરોડો રૂપિયાની ટેકસચોરી બહાર આવી છે પરંતુ એ મુદે અધિકારીઓ મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી. જેને કારણે ટેકસ ભરતા કરદાતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

મોટા પ્રમાણમાં બોગસ બિલીંગ કાૈભાંડ પકડાયા બાદ હવે એસજીએસટીના અધિકારીઓએ આળસ મરડી છે. કોરોના બાદ જીનીંગ મિલના અનેક નવા એકમો આવ્યા છે. તેથી જીનીંગ મિલમાં ધંધાર્થીઓને ત્યાં તપાસ કરાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...