નવા વર્ષની શરૂઆતથી વીજચોરી કરતા લોકો સામે દરોડા કામગીરી શરૂ કરવામાં આવી જે આજે બીજા સપ્તાહે પણ સતત યથાવત રાખવામાં આવી છે. જેમાં સતત બીજા દિવસે સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારથી PGVCL ની કોર્પોરેટ ટિમ દ્વારા રાજકોટ સીટી સર્કલ ડિવિઝન હેઠળ તેમજ ભાવનગર અને ભુજ ડિવઝન વિસ્તારમાં અલગ અલગ 114 ટિમો દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.
15 જેટલા વિસ્તારમાં વીજચોરી ઝડપવા કવાયત શરુ
રાજકોટ ગ્રામ્ય બાદ શહેરી વિસ્તારમાં વીજ ચેકીંગ અંગે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આજે વહેલી સવારથી રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે ખોખળદળ, મવડી, વાવડી અને મોટામવા સબડિવિઝન હેઠળ આવતા વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી અલગ અલગ 46 ટિમો દ્વારા રાધાક્રિષ્ના સોસાયટી, જડેશ્વર, રસુલપરા, કણકોટરોડ સહીત 15 જેટલા વિસ્તારમાં વીજચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં 11 KV ના 4 ફીડરો આવરી લેવામાં આવ્યા છે.
36 ટીમ દ્વારા દરોડા કામગીરી
રાજકોટ શહેરની સાથે સાથે આજે ભુજ અને ભાવનગર ડિવિઝન હેઠળ વિસ્તારોમાં વહેલી સવારથીવીજ ચેકીંગની દરોડા કામગીરી શરૂ કરવામાં આવી છે. ભુજ સર્કલ અંતર્ગત ખાળવા અને ભુજ રૂરલ સબ ડિવિઝન હેઠળ વિસ્તારમાં કુલ 32 ટિમો જયારે ભાવનગર સર્કલ હેઠળ આવતા મહુવા રૂરલ 1, મહુવા રૂરલ 2 અને જેસર સબ ડિવિઝન હેઠળના વિસ્તારમાં કુલ 36 ટિમો દ્વારા દરોડા કામગીરી હાથ ધરવામાં આવી છે.
1.50 કરોડથી વધુની વીજચોરી ઝડપાઇ
ઉલ્લેખનીય છે કે નવા વર્ષની શરૂઆત થતા PGVCL દ્વારા રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર અને જામનગર સર્કલ હેઠળ આવતા વિસ્તારોમાં વીજ ચેકીંગ અંગે દરોડા કરી 500 જેટલા ક્નેક્શનમાંથી 1.50 કરોડથી વધુની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. ત્યારે આજે પણ સવારથી શરૂ થયેલ દરોડામાં મોટા પ્રમાણમાં વીજચોરી ઝડપાઇ તેવી શક્યતા છે.
8 મહિનામાં 131 કરોડની પાવર ચોરી પકડાઈ
સૌરાષ્ટ્રભરમાં PGVCL દ્વારા એપ્રિલ 2022થી નવેમ્બર 2022 સુધીમાં 49,988 વીજ કનેક્શનમાં થતી ગેરરીતિ ઝડપી લઇ 131 કરોડ 78 લાખ 90 હજારની વીજચોરી ઝડપી લેવામાં આવી હતી. જેમાં રાજકોટ શહેરમાં 12.30 કરોડ, રાજકોટ ગ્રામ્યમાં 15.18 કરોડ, મોરબીમાં 9.37 કરોડ, પોરબંદરમાં 9.61 કરોડ, જામનગરમાં 15.84 કરોડ, ભુજમાં 5.35 કરોડ, અંજારમાં 9.62 કરોડ, જૂનાગઢમાં 8.89 કરોડ, અમરેલીમાં 12.17 કરોડ, બોટાદમાં 6.13 કરોડ, ભાવનગરમાં 18.21 કરોડ અને સુરેન્દ્રનગરમાં 9.06 કરોડની વીજચોરી ઝડપાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.