• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Checking Started In 10 Areas Including Junction, Gaikwadi, Manharpur In Rajkot, Electricity Theft Of 28.46 Lakhs Was Caught On Monday

PGVCLના દરોડા યથાવત:રાજકોટમાં જંકશન, ગાયકવાડી, મનહરપુર સહિત 10 વિસ્તારમાં ચેકીંગ શરૂ, સોમવારે 28.46 લાખની વીજચોરી ઝડપાઈ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર

સતત બીજા દિવસે વહેલી સવારથી PGVCLની કોર્પોરેટ ટીમ દ્વારા રાજકોટ શહેર ડિવિઝન હેઠળ અલગ અલગ 46 ટીમ દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ શહેરની અંદર બેડીનાકા અને માધાપર સબ ડિવિઝન હેઠળ આવતા જંકશન, ગાયકવાડી, મનહરપુર ગામ સહીત 10 જેટલા વિસ્તરમાં ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહ્યું છે.

4 વીડિયોગ્રાફરને સાથે રાખવામાં આવ્યા
આજે રાજકોટ શહેરી વિસ્તારમાં સતત બીજા દિવસે વીજ ચેકીંગ અંગે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. આજે વહેલી સવારથી રાજકોટ શહેર અંતર્ગત બેડીનાકા અને માધાપર સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી અલગ અલગ 46 ટિમો દ્વારા માધાપર અને બેડીનાકા સબ ડિવિઝન હેઠળના મનહરપુર ગામ, જંકશન પ્લોટ, ગાયકવાડી, પરસાણા નગર, કીટીપરા, રેફ્યુજી કોલોની સહીત વિસ્તારને આવરી લઇ વીજ ચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં 11 KV ના 4 ફીડરો આવરી લેવામાં આવ્યા છે. આ વીજ ચેકિંગમાં સ્થાનિક પોલીસ, SRP જવાન , 20 જેટલા EX આર્મીમેન તેમજ 4 વીડિયોગ્રાફરને સાથે રાખવામાં આવ્યા છે.

28.46 લાખની વીજચોરી ઝડપાઇ
ઉલ્લેખનીય છે કે PGVCL દ્વારા સોમવારે વીજચેકીંગ દરમિયાન 51.89 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. જેમાં બોટાદ સર્કલ હેઠળ 388 કનેક્શન ચેક કરી 72 ક્નેક્શનમાંથી 23.43 લાખની જયારે રાજકોટ શહેર સર્કલ હેઠળ 1083 કનેક્શન ચેક કરી 121 ક્નેક્શનમાંથી 28.46 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...