તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Checking Of Fire Safety Equipments In Schools In Rajkot, Education Minister Said Take Immediate Action Against Schools Without Fire NOC

કાર્યવાહી:રાજકોટની સ્કૂલોમાં ફાયર સેફ્ટીના સાધનોનું ચેકિંગ,42 ખાનગી શાળાઓમાં ફાયર NOC અને ફાયર સેફટીના સાધનો અંગેની ચકાસણી કરવામાં આવી

રાજકોટ6 મહિનો પહેલા
  • શિક્ષણમંત્રીએ કહ્યું- ફાયર NOC ન ધરાવતી સ્કૂલો સામે તાત્કાલિક પગલાં ભરો
  • રાજકોટમાં 450માંથી 120 સ્કૂલ પાસે ફાયરના સેફ્ટીના સાધનો જ નથી
  • ફાયર વિભાગે અલગ અલગ ટીમ બનાવી 50 સ્કૂલમાં ચેકિંગ હાથ ધર્યુ

રાજકોટમાં મનપાની ચૂંટણી પૂર્ણ થતા જ ફાયર વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. શહેરમાં અવાર-નવાર બનતા આગના બનાવને ધ્યાને રાખીને રાજકોટની જે શાળાઓમાં ફાયર સેફ્ટી નહીં હોય તેવા બિલ્ડીંગોને નોટિસ આપીને તેને સીલ કરવાની કામગીરી આજથી શરુ કરવામાં આવી છે. જેના માટે હાલ ફાયર વિભાગ દ્વારા રાજકોટની સ્કૂલોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જ્યાં રાજકોટમાં હાલ 42 ખાનગી શાળાઓમાં ફાયર NOC અને ફાયર સેફટીના સાધનો અંગેની ચકાસણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાલ શહેરની 350 સ્કૂલ પાસે જ ફાયર NOC છે. રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ફાયર NOC ન ધરાવતી સ્કૂલો સામે તાત્કાલિક પગલાં ભરો.

રાજકોટમાં 120 સ્કૂલ પાસે જ ફાયરના સેફ્ટીના સાધનો
આ અંગે માહિતી આપતા ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, હાલ શાળાઓ પ્રથમ પ્રાયોરિટી પર રાખવામાં આવી છે. કોમ્પ્લેક્સમાં રહેલી હોસ્પિટલોને પણ NOC લેવી ફરજીયાત છે. અમારા લિસ્ટ મુજબ રાજકોટમાં 450 સ્કૂલ છે. જેમાંથી માત્ર 120 પાસે જ ફાયર સેફ્ટીના સાધનો છે. માટે ખાસ અમે ત્યાં ઇન્સ્પેક્શન કરવા જઈશું. દરેક સ્કૂલમાં સેકન્ડ એક્ઝિટ ગેટ ઈમરજન્સી સમયે તમામ માટે લાભદાયી છે, ત્યારે તે માટે જે પણ ટેકનિકલ ઇસ્યુ હોસ્પિટલ સંચાલકોને થઈ રહ્યાં છે. તે વહેલામાં વહેલી તકે ઉકેલાય તેના માટે મહાનગરપાલિકા પણ પ્રયત્નશીલ છે. આજે ફાયર વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી 50 જેટલી સ્કૂલમાં સંઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

આજે ફાયર વિભાગ દ્વારા સંઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે - ફાયર ઓફિસર
આજે ફાયર વિભાગ દ્વારા સંઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે - ફાયર ઓફિસર

ફાયર NOC ન ધરાવનાર શાળાઓ સામે તાત્કાલિક પગલાં ભરો- શિક્ષણમંત્રી
આ અંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોની સુરક્ષાની જવાબદારી જે તે સ્કૂલની છે. માટે સ્કૂલોમાં વિદ્યાર્થીઓને પુરતી સુરક્ષા ઉપલબ્ધ કરાવવા માટે સ્કૂલોએ યોગ્ય પગલાં લેવા પડશે. સ્કૂલોએ તકેદારી રાખવાની જરૂર છે કે તમામ ફાયર સેફ્ટીના નિયમોનું યોગ્ય રીતે પાલન થાય છે કે કેમ, એ સુનિશ્ચિત કરવાનું કામ અને ફાયર NOC ન હોય એવી સ્કૂલોને NOC મળી રહે એ જે-તે શહેરની કોર્પોરેશને તાકીદે કામ શરૂ કરવાનો આદેશ ભુપેન્દ્રસિંહએ આપ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગે પણ બાળકોની સલામતિ માટે સાથે રહીને ફાયર NOC મળી રહે એ માટે પ્રાથમિકતા નક્કી કરી છે અને હાઇકોર્ટે જે આદેશ આપ્યો છે તેનું પણ સખતપણે પાલન થાય તેની અમે તકેદારી રાખીશું.

ફાયર સેફ્ટી મુદ્દે ગુજરાત સરકારને હાઇકોર્ટનો આદેશ
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ફાયર સેફ્ટીની અમલવારી મુદ્દે દાખલ કરાયેલી જાહેર હિતની અરજીમાં ગુજરાત હાઈકોર્ટે ફાયર પ્રિવેન્શન અને પ્રોટેક્શન સિસ્ટમ મુદ્દે NOC ન ધરાવનાર 5199 સ્કૂલ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાનો રાજ્ય સરકારને આદેશ કર્યો છે. આ આદેશમાં જણાવ્યું હતું કે, સ્કૂલોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એક જ સ્થળે ભેગા થઈને અભ્યાસ કરે છે અને જો આવી સ્થિતિમાં કોઇ આગની દુર્ઘટના સર્જાય તો તમામ તેનાથી અસરગ્રસ્ત થઈ શકે છે. સ્કૂલોમાં આવેલા ક્લાસરૂમમાં બેન્ચ, ટેબલ, ચેર સહિત મોટાભાગની વસ્તુઓ લાકડાથી બનેલી હોય છે, જેમાં સહેલાયથી આગ લાગી શકે છે. ઘણી સ્કૂલોમાં કેમિસ્ટ્રી લેબ આવેલી હોય છે અને તેમાં ઘણા જોખમી જ્વલનશીલ પદાર્થ પણ હોય છે. આવી જગ્યા પર જો આગળની દુર્ઘટના સર્જાય તો આગ બેકાબૂ પણ બની શકે છે. જેથી સ્કૂલોમાં ફાયર સેફ્ટી ખૂબ જ જરૂરી છે. ગુજરાત હાઈકોર્ટે આ જાહેર હિતની અરજીમાં અગાઉ આપેલા નિર્દેશોનું પાલન જારી રાખવાનો રાજ્ય સરકારને આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી 16મી એપ્રિલ 2021ના રોજ હાથ ધરવામાં આવશે.

હાઇકોર્ટે જે આદેશ આપ્યો છે તેનું પણ સખતપણે પાલન થાય - શિક્ષણમંત્રી
હાઇકોર્ટે જે આદેશ આપ્યો છે તેનું પણ સખતપણે પાલન થાય - શિક્ષણમંત્રી

300થી વધુ સ્કૂલોએ ફાયર NOC બાબતે કોઈ અરજી કરી નથી
રાજકોટમાં હાલ 350 જેટલી સ્કૂલોએ અગાઉ ફાયર NOC મેળવી લીધી છે. 150 સ્કૂલોએ તાજેતરમાં જ મેળવી છે. જ્યારે 400 જેટલી સ્કૂલો ફાયર NOC માટેની અરજી કરી દીધી છે. પરંતુ ફાયર NOC મેળવી નથી. જ્યારે જિલ્લાની 300થી વધુ સ્કૂલોઓ એવી છે જેણે હજુ સુધી ફાયર NOC માટેની અરજી પણ કરી નથી. આવી સ્કૂલોમાં આજે મનપા ફાયર વિભાગ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી 50 જેટલી સ્કૂલોમાં સંઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આવી સ્કૂલોને રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ શુક્રવારે આગામી 15 દિવસમાં જ ફાયર NOC માટેની અરજી કરી દેવા જે-તે સ્કૂલના સંચાલક કે પ્રિન્સિપાલને તાકીદ કરી છે અને અરજી કર્યાની વિગતો પણ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે મોકલવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...