કર્મચારીઓમાં ફફડાટ:ડીડીઓનું લોધિકા આરોગ્ય કેન્દ્રમાં ચેકિંગ, સ્ટાફ ઘેર હતો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંચાયત ઓફિસ સહિતના સ્થળોએ અચાનક પહોંચતા કર્મચારીઓમાં ફફડાટ

રાજકોટમાં ઘણી જિલ્લા મથકની કચેરીઓમાં અવારનવાર સ્ટાફની પૂરતી હાજરી જોવા મળતી નથી તેથી ગ્રામ્ય વિસ્તારમાં તો કેવી સ્થિતિ હશે તેનો અંદાજ આવી જ જાય છે. ખેડૂતો અવારનવાર તલાટીઓ કચેરીએ આવતા ન હોવાથી દાખલા સહિતની કામગીરીમાં અટવાઈ જાય છે તેવી ફરીયાદ કરે છે. આરોગ્ય કેન્દ્રોમાં સ્ટાફ હોતો નથી તેથી દર્દીઓને સીધા રાજકોટ દોડી આવવુ પડે છે. આ બધી ફરીયાદ આવતા જિલ્લા વિકાસ અધિકારી પોતે તપાસમાં નીકળતા કચેરી રેઢીપટ મળી હતી.

જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ લોધિકા તાલુકાના મેટોડા સહિતના 4 ગામમાં અચાનક જઈને સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યુ હતું. તેઓ પંચાયત ઓફિસ પહોંચ્યા હતા અને તમામ ફાઈલો અને રેકોર્ડ માંગતા તલાટીઓને પરસેવો વળી ગયો હતો. આરોગ્ય કેન્દ્રોમાં જતા ત્યાં સ્ટાફ હાજર ન રહેતા હોવાનુ જાણવા મળતા જે પણ ગેરહાજર હતા તેમને નોટિસ ફટકારવાના આદેશ અપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...