રાજકોટમાં PGVCLના દરોડા યથાવત:કોટડાસાંગાણી, વાસાવડ સહિત 26 ટીમનું ચેકીંગ શરુ, વીજચોરોમાં ફફડાટ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વીજ ચેકીંગ અર્થે દરોડા પાડવામાં આવ્યા છે - Divya Bhaskar
વીજ ચેકીંગ અર્થે દરોડા પાડવામાં આવ્યા છે

સતત બીજા દિવસે PGVCLની 100 જેટલી ટીમો દ્વારા જામનગર-સુરેન્દ્રનગર અને રાજકોટ ગ્રામ્ય પંથકમાં વીજ ચેકીંગ અર્થે દરોડા પાડવામાં આવ્યા છે. જામનગરમાં પટેલ કોલોની, દરબારગઢ સહિતના વિસ્તારમાં 34 ટીમો જયારે સુરેન્દ્રનગરમાં મુળી, ચોટીલા, થાન, વઢવાણ સહિતના વિસ્તારમાં 40 ટીમો અને રાજકોટ ગ્રામ્યના કોટડાસાંગાણી, વાસાવડ સહિતના વિસ્તારમાં 26 ટીમાએ સવારથી દરોડા પાડતા વીજચોરામાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

રૂ.14 લાખનાં બિલો ફટકારવામાં આવ્યા
PGVCL દ્વારા જામનગર શહેર ઉપરાંત આજુબાજુના 10 ગામડામાં પાવરચોરી પકડવા માટે જે કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમાં ગઇકાલે જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 354 વિજ જોડાણો ચેક કરતાં 56 વિજ જોડાણોમાં વીજચોરી પકડાતા રૂ. 24.32 લાખના બિલ ફટકારવામાં આવ્યા હતા. એજ રીતે ગોંડલ શહેર અને આજુબાજુનાં વિસ્તારોમાં 31 ચેકિંગ સ્કવોડ ઉતારી જુદા-જુદા 882 વીજજોડાણો ચેક કરવામાં આવ્યા હતા જેમાં 90માં પાવરચોરી પકડાતા રૂ.14 લાખનાં બિલો ફટકારવામાં આવ્યા હતા.

રૂ.19.96 લાખની પાવરચોરી પકડાઈ
તદ્દઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં 39 ચેકિંગ સ્કવોડ દ્વારા 18 ગામડાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ચુડા, લીંબડી, સાયલા અને પાણશીણા સબ ડિવિઝન હેઠળનાં વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવતા 519 વીજ જોડાણોમાં 63 વીજ જોડાણમાંથી રૂ.19.96 લાખની પાવરચોરી પકડાઈ હતી. આ પ્રકારે જામનગર, ગોંડલ અને સુરેન્દ્રનગર વિસ્તારમાંથી એક જ દિવસમાં 48 લાખની વીજચોરી પકડાઈ હતી. ગ્રામીણ વિસ્તારોમાં રહેણાંક અને કોમર્શિયલ વીજ જોડાણોમાં મોટા પ્રમાણમાં પાવરચોરી થતી હોવાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...