તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જૂના માર્કેટિંગ યાર્ડમાં ચેકિંગ, માસ્ક વગરના વેપારીઓને દંડ ફટકાર્યો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે ફેન્સિંગ કરી દેવાઈ

કોરોનાનું સંક્રમણ ટાળવા માટે બેડી યાર્ડ છેલ્લા કેટલાક સમયથી બંધ છે, પરંતુ જૂના યાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સ નહિ જળવાતા યાર્ડના કર્મચારી અને વેપારીઓ કોરોનાનો ભોગ બન્યા છે. જેની સંખ્યા 15 છે. જે બાદ તંત્ર સફાળું જાગ્યું છે. સોમવારે ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં માસ્ક વગરના વેપારી, કમિશન એજન્ટ પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ સિવાય સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ એ માટે યાર્ડમાં બે પ્લેટફોર્મ વચ્ચે ફેન્સિંગ કરવામાં આવી છે.

યાર્ડમાં સૌ પ્રથમ માસ્ક વગર એન્ટ્રી બંધ કરવામાં આવી હતી. વેપારીઓ અને ખેડૂતો જેની પાસે માસ્ક ન હોય તેને માસ્ક અપાયા હતા. અને ત્યારબાદ જે વેપારી માસ્ક વગર પકડાય તેની પાસેથી પેનલ્ટી વસૂલ કરવામાં આવતી હતી. નિયમોની અમલવારીમાં યાર્ડ નબળું પડતા સોમવારે પોલીસ અને મનપા દ્વારા ચેકિંગ કરાયું હતું અને જે વેપારીઓ માસ્ક વગરના હતા તેની પાસેથી દંડ વસૂલાયો હતો.

દાણાપીઠમાં એક સપ્તાહ હાફ ડે લોકડાઉન
કોરોનાનું સંક્રમણ વધતા દાણાપીઠ વેપારી એસોસિએશને હાફ ડેનું લોકાડઉન લાગુ કર્યું હતું. 25 દિવસ સુધી બજાર અડધો દિવસ બંધ રહ્યા બાદ સોમવારથી હાફ ડે લોકડાઉન દૂર કરી લેવામાં આવ્યું હતું, પરંતુ સોમવારે ફરી એક સપ્તાહ સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 15 મે સુધી દાણાપીઠ બજાર બપોરે 3 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. તેમ એસોસિેએશનના પ્રમુખ બિપીનભાઈ કેસરિયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...