પાણીચોરો દંડાયા:રાજકોટમાં પંચનાથ, સદર બજાર અને જાગનાથમાં ચેકિંગ, ડાયરેક્ટ પમ્પિંગ કરતા 10 ઝડપાયા,રૂ.16,500નો દંડ

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 6 લોકોને નોટિસ ફટકાવામાં આવી, 1 ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી

રાજકોટ મનપા દ્વારા પાણીના નળમાં ઇલેક્ટ્રિક મોટર મૂકતા કે અન્ય કોઈ અનઅધિકૃત રીતે ડાયરેકટ પંપિંગ કરતા લોકો સામે પગલાં લેવા ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. જેમાં શહેરના પંચનાથ, સદર બજાર અને જાગનાથ સહિત સેન્ટ્રલ, ઇસ્ટ અને વેસ્ટ ઝોનના 943 ઘરોની ચકાસણી કરવામાં આવી હતી.જેમાં ડાયરેક્ટ પમ્પીંગ કરતા કુલ 10 કિસ્સાઓ મળેલ હતા. 6 લોકોને નોટિસ ફટકાવામાં આવી હતી. જયારે 1 ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી હતી. ડાયરેક્ટ પમ્પીંગ અને ફળિયા ધોવા બાબતે રૂ.16,500/-ની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી.

3 લોકો ડાયરેકટ પમ્પિંગ કરતા ઝડપાયા
પાણી ચકાસણી ઝુંબેશ દરમ્યાન જો કોઇ આસામી ડાયરેક્ટ પમ્પીંગ કરતા માલુમ પડે તેવા કિસ્સાઓમાં રૂ. 2 હજારની પેનલ્ટી વસુલ કરવા જે-તે આસામીઓને નોટીસ ઇસ્યુ કરી મુદ્દત આપવામાં આવે છે તેમજ જો કોઇ ફળિયા ધોતા માલુમ પડે તો તેમની પાસેથી રૂ. 250/-નો દંડ વસુલ કરવામાં આવે છે.સેન્ટ્રલ ઝોનના વિવિધ વોર્ડના વિસ્તારોમાં ચકાસણી દરમ્યાન 3 લોકો ડાયરેકટ પમ્પિંગ કરતા મળેલ હતા અને 1 વ્યક્તિને નોટીસ આપવામાં આવી હતી તેમજ રૂ. 6,500/-ની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી.

રૂ.6 હજારની પેનલ્ટી વસુલ કરવામાં આવી
ઈસ્ટ ઝોનના વિવિધ વોર્ડના વિસ્તારોમાં ચકાસણી દરમ્યાન 2 લોકો ડાયરેકટ પમ્પિંગ કરતા મળેલ હતા. અને 2 લોકોને નોટીસ આપવામાં આવી હતી તેમજ રૂ. 4 હજારની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી. વેસ્ટ ઝોનના વિવિધ વોર્ડના વિસ્તારોમાં ચકાસણી દરમ્યાન 5 લોકો ડાયરેકટ પમ્પિંગ કરતા મળેલ હતા. 1 ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરી હતી અને 3 લોકોને નોટીસ આપવામાં આવી હતી તેમજ રૂ. 6 હજારની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી.