રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ત્રણ ટીમો દ્વારા પવિત્ર શ્રાવણ માસના તહેવારો દરમિયાન મણિનગર મેઇન રોડ, કોઠારીયા રોડ, સાધુવાસવાણી કુંજ રોડ, મવડી મેઇન રોડ, કૃષ્ણનગર મેઇન રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ખાણીપીણીના 52 સ્ટોલમાં ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન 30 કિલો વાસી ખોરાક મળતા સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તેમજ ખાણીપીણીના 23 ધંધાર્થીને લાયસન્સ અને હાયજેનિક અંગે નોટિસ આપવામાં આવી હતી.
બિસ્વીન અને બીસ્ટર મિનરલ વોટર સબ સ્ટાન્ડર્ડ
રાજકોટ મહાપાલિકા દ્વારા થોડા સમય પહેલા બ્રાન્ડેડ મિનરલ વોટર વેચતી બે કંપનીના પાણીના નમૂના લેવામાં આવ્યા હતા. આ બોટલના પાણીના પરિક્ષણના નમૂના લેબોરેટરી રિપોર્ટમાં સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા મનપા દ્વારા કાયદેસર કાર્યવાહીની તજવીજ શરુ કરવામાં આવી છે. બિસ્વીન અને બીસ્ટર ડ્રીંકીંગ વોટરમાં લોકોને બિમાર પાડી દે તેવા મિશ્રણનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે.
આ ધંધાર્થીઓ પાસેથી મળ્યો વાસી ખોરાક
1. આદિ નાસ્તા ગૃહ- 5 કિલો વાસી ભાત, નુડલ્સ, મંચુરિયનનો નાશ અને લાયસન્સ અંગે નોટિસ
2. ભગવતી ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ- 8 કિલો દાજ્યા તેલનો નાશ
3. જય સીતારામ ડેરી ફાર્મ- 8 કિલો દાજ્યા તેલનો નાશ
4. મનીષ સ્વીટ માર્ટ- 7 કિલો દાજ્યા તેલનો નાશ
5. જય દ્વારકાધીશ સિઝન સ્ટોર- 2 કિલો દાજ્યા તેલનો નાશ
આ ધંધાર્થીઓને હાયજેનિક કંડિશન અને લાયસન્સ અંગે નોટિસ અપાઇ
1. કનૈયા પાન એન્ડ કોલ્ડ્રિંક્સ
2. કનૈયા ટી સ્ટોલ
3. સ્વાદિષ્ટ દાળ પકવાન
4. મોમઇ પાન
5. ડિલક્સ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ
6. મોમઇ ગાંઠિયા
7. મહાદેવ દાળ પકવાન
8. ભુરાભાઈ ભૂંગળા બટેટાવાળા
9. શિવ શક્તિ મદ્રાસ કાફે
10. રોયલ હોટડોગ
11. પરેશભાઈ ઘૂઘરાવાળા
12. ટેસ્ટ ફૂલ ઘૂઘરા
13. મણિલાલ મદ્રાસ કાફે
14. શિવ શક્તિ ભાજીકોન
15. દિલ્લીવાલે છોલે ભટુરે
16. માલગુડી ઢોસા સેન્ટર
17. શિવ શક્તિ લાઈવ પફ
18. હિંગળાજ જનરલ સ્ટોર
19. રાધિકા આઇસક્રીમ
20. બાલાજી સ્વીટ એન્ડ નમકીન
21. મઢૂલી મેડિકલ સ્ટોર
22. દેવશ્રી પાણીપુરી
બે નમૂના નાપાસ થયા
1. નમૂનાનું નામ: બિશન પેક્ડ ડ્રિકિંગ વોટર (1 લિટર બોટલ)
FBOનું નામ: શૈલેષભાઈ મનસુખભાઇ ભૂત
પેઢીનું નામ: બિલશન બેવરેજીસ,
એડ્રેસ: મવડી મેઇન રોડ, બ્રિજની બાજુમાં, નાગરિક બેન્ક સામે
પરિણામ: સબસ્ટાન્ડર્ડ
નાપાસ થવાનું કારણ: ધારા ધોરણ કરતાં એરોબિક માઇક્રોબાયલનું પ્રમાણ વધુ
2.નમૂનાનું નામ: બિસ્ટર પેકેજ્ડ ડ્રિકિંગ વોટર વીથ એડેડ મિનરલ્સ (500 ML બોટલ)
FBOનું નામ: જગતભાઈ ગણેશભાઈ માતરિયા
પેઢીનું નામ: મેક્ષ બેવરેઝિસ
એડ્રેસ: મારુતિ કૃપા લક્ષ્મીનગર મેઇન રોડ, મહાદેવ વાડી મેઇન રોડ.
પરિણામ: સબસ્ટાન્ડર્ડ
નાપાસ થવાનું કારણ: ધારા ધોરણ કરતાં ઈસ્ટ એન્ડ મોલ્ડ અને એરોબિક માઇક્રોબાયલનું પ્રમાણ વધુ
કેળાના 6 ગોડાઉનધારકને નોટિસ ફટકારી
1. રોયલ કેળાઃ કોઠારીયા બાયપાસ- લાઇસન્સ અને હાઇજેનિક કન્ડિશન અંગે નોટિસ
2. ગોલ્ડ કેળાઃ રૈયા ધાર રોડ, શાસ્ત્રીનગર પાસે- લાયસન્સ અંગે નોટિસ
3. ગોલ્ડ ફ્રૂટ્સઃ યોગી ઇન્ડ. એરિયા માધાપર ચોકડી પાસે, શેરી નં. 5- લાયસન્સ અંગે નોટિસ
4. એસ.એસ.એસ. કેળાઃ યોગી ઇન્ડ. એરિયા માધાપર ચોકડી પાસે, શેરી નં.1- લાયસન્સ અંગે નોટિસ.
5. એચ.એચ.એસ. કેળાઃ યોગી ઇન્ડ. એરિયા માધાપર ચોકડી પાસે, શેરી નં.2- લાયસન્સ અંગે નોટિસ
6. ભારત ફ્રૂટ્સઃ સદર નુતન પ્રેસ સામેની શેરી- લાયસન્સ અંગે નોટિસ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.