ખાતા પહેલા ચેતજો:રાજકોટના ચંદ્રેશનગરમાં હરિઓમ ઢોસા સહિત 19 દુકાનમાં ચેકિંગ, વાસી સંભાર સાથે 32 કિલો અખાદ્ય ખોરાક મળ્યો

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
હરિઓમ ઢોસામાંથી 20 કિલો વાસી સંભાર મળી આવતા સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. - Divya Bhaskar
હરિઓમ ઢોસામાંથી 20 કિલો વાસી સંભાર મળી આવતા સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો.
  • ખાણીપીણીના 4 ધંધાર્થીને લાઇસન્સ અને સ્ટોરેજ અંગે નોટિસ ફટકારી

વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત રાજકોટના ચંદ્રેશનગર મેઇન રોડ પર આવેલી ખાણીપીણીના ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 19 ફૂડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન હરિઓમ ઢોસામાંથી 20 કિલો વાસી સાંભાર સહિત 32 કિલો એક્સપાયર થયેલા પેક ખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ 4 ધંધાર્થીને લાઇસન્સ અને સ્ટોરેજ અંગે નોટિસ આપવામાં આવી હતી. આ જ ઝુંબેશ હેઠળ વોર્ડ નં.13માં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગેરકાયદેસર ઓટલા, દીવાલ અને છાપરા તોડી 1995 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામા આવી હતી.

ખાણીપીણીની 4 દુકાનમાંથી વાસી ખોરાક મળ્યો
1. લીંબુઝ સોડા એન્ડ આઇસ્ક્રીમ- 4 કિલો એક્સપાયરી થયેલી આઇસ કેન્ડી, 3 કિલો વાસી દાડમના દાણા અને ટોપરાના ખમણનો નાશ અને લાઇસન્સ અંગે નોટિસ
2. હરિઓમ ઢોસા- 20 કિલો વાસી સાંભાર અને સ્ટોરેજ અંગે નોટિસ
3. ગોપીનાથ સેલ્સ એજન્સી- 5 કિલો એક્સપાયરી થયેલી શીંગનો નાશ અને લાઇસન્સ અંગે નોટિસ
4. શ્રી મિક્સ કઠોળ ડિશ- લાઇસન્સ અંગે નોટિસ

વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત ડિમોલિશન કરી 1995 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઇ.
વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત ડિમોલિશન કરી 1995 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઇ.

4 જગ્યાએથી નમૂના લેવામાં આવ્યા
1.
બીલકિંગ પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર (1 લીટર પેક બોટલ)
સ્થળ- ક્રિસ્ટલ બેવરેજીસ, પરશુરામ ઇન્ડ. એરિયા શેરી નં.1, માંડાડુંગર પાસે
2. બ્રિસ્વેલ પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર (200 ML પેક બોટલ)
સ્થળ- બ્રિસ્વેલ બેવરેજીસ, પ્લોટ નં. 20, બાલાજી ઇન્ડ. પાર્ક, કન્યા છાત્રાલય પાછળ, ગોંડલ રોડ
3. બીસ્ટાર પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર વિથ એડેડ મિનરલ્સ (500 ML પેક બોટલ)
સ્થળ- મેક્સ બેવરેજીસ, મહાદેવવાડી મેઇન રોડ, લક્ષ્મીનગર મેઇન રોડ
4. કેસર શ્રીખંડ (લૂઝ)
સ્થળ- શ્રી સત્યવિજય પટેલ સોડા ફેક્ટરી, સદર બજાર

ડાયરેક્ટ પમ્પિંગથી પાણી ખેચતા 21 વ્યક્તિને દંડ ફટકાવામાં આવ્યો.
ડાયરેક્ટ પમ્પિંગથી પાણી ખેચતા 21 વ્યક્તિને દંડ ફટકાવામાં આવ્યો.

શહેરમાં ડાયરેક્ટ પમ્પિંગથી પાણી ખેચતા 21 વ્યક્તિને દંડ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણીના નળમાં ઇલેક્ટ્રિક મોટર મુકતા કે અન્ય કોઈ અનઅધિકૃત રીતે ડાયરેક્ટ પમ્પિંગ કરતા લોકો સામે પગલાં લેવા તેમજ શહેરમાં પીવાના પાણીમાં અન્ય સોર્સમાંથી ભળતું ગંદુ પાણી કે ઓછા ફોર્સથી નળમાં પાણી આવવાની ફરિયાદોના નિકાલ અર્થે સ્થળ ચકાસણીની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં 4 મેના રોજ 1245 ઘરોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ડાયરેક્ટ પમ્પિંગ કરતા 21 કિસ્સાઓ મળ્યા હતા. 5 વ્યક્તિને નોટિસ અને 1 વ્યક્તિ પાસેથી ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી હતી. ડાયરેક્ટ પમ્પિંગ અને ફળિયા ધોવા અંગે રૂ.26 હજારની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...