માંદગીને સીધું આમંત્રણ:રાજકોટ ઓરાગ્ય વિભાગનું સાસુજી કા ઢાબા સહિત 15 રેસ્ટોરન્ટમાં ચેકિંગ, 32 કિલો ફુગવાળી ડુંગળી, 24 કિલો સડેલા બટેટા, 10 કિલો વેસ્ટ શાકભાજી મળ્યું

રાજકોટએક મહિનો પહેલા
ફુગવાળી ડુંગળી અને સડેલા બટેટા મળ્યાં.
  • ગણેશોત્સવને લઇને બે જગ્યાએ મોદક લાડુના નમૂના લેવામાં આવ્યા

રાજકોટ મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હાલ ચોમાસાની ઋતુમાં લોકોના આરોગ્યના હિતને ધ્યાનમાં લઇને સાસુજી કા ઢાબા સહિત 15 રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન 32 કિલો ફુગવાળી ડુંગળી, 24 કિલો સડેલા બટેટા, 10 કિલો સડેલા શાકભાજી, એક કિલો વેસ્ટ બ્રેડ અને એક કિલો એક્સપાયર ફ્રોઝન વેજીસ્ટિક મળી આવ્યું હતું. આ તમામ ચીજવસ્તુઓનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.

સડેલા ટમેટા મળ્યાં.
સડેલા ટમેટા મળ્યાં.

બે જગ્યાએથી મોદક લાડુના નમૂના લીધા
ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ બહુચરાજી નમકીન એન્ડ સ્વીટ, આકાશવાણી રોડ પર આવેલી ગુલાબ મોદક લાડુ અને શ્રીજલારામ ફરસાણ, જનકપુરી મેઇન રોડ, સાધુવાસવાણી રોડ પર આવેલી ગુલકંદ મોદક લાડુની મીઠાઇની દુકાનમાંથી બે નમૂના લેવામાં આવ્યા હતા.

રેસ્ટોરન્ટમાં ચેકિંગ.
રેસ્ટોરન્ટમાં ચેકિંગ.

15 હોટેલ-રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરવામાં આવ્યું
1. જલારામ ચાઇનીઝ પંજાબી, આલાભાઇનો ભઠ્ઠો, કિશાનપરા ચોક- 4 કિલો વાસી ફુગવાળી ડુંગળીનો નાશ
2. પાન કાસા, આલાભાઇનો ભઠ્ઠો, કિશાનપરા ચોક- 1 કિલો એકસપાયર ફ્રોઝન વેજીસ્ટિકનો નાશ
3. સાસુજી કા ઢાબા, આલાભાઇનો ભઠ્ઠો કિશાનપરા ચોક- 4 કિલો પલળેલી ફુગવાળી ડુંગળીનો નાશ
4. ઢાબા જંક્શન, આલાભાઇનો ભઠ્ઠો કિશાનપરા ચોક- 10 કિલો પલળેલી ફુગવાળી ડુંગળી અને ખરાબ થયેલા 4 કિલો બટેટાનો નાશ
5. સદગુરુ રેસ્ટોરન્ટ, આલાભાઇનો ભઠ્ઠો કિશાનપરા ચોક- 10 કિલો પલળેલી ફુગવાળી ડુંગળી અને 20 કિલો સડેલા બટેટાનો નાશ
6. અફલાતુન પાઉંભાજી, આલાભાઇનો ભઠ્ઠો કિશાનપરા ચોક- 4 કિલો પલળેલી ફુગવાળી ડુંગળીનો નાશ
7. વિજય આમલેટ, આલાભાઇનો ભઠ્ઠો કિશાનપરા ચોક- 1 કિલો વેસ્ટ બ્રેડનો નાશ
8. ઓમ ફેમિલી રેસ્ટોરન્ટ, આલાભાઇનો ભઠ્ઠો કિશાનપરા ચોક- 10 કિલો વાસી શાકભાજી
9. ચાઇ સુટા બાર, આલાભાઇનો ભઠ્ઠો કિશાનપરા ચોક
10. મઢુલી ચાઇનીઝ પંજાબી, આલાભાઇનો ભઠ્ઠો કિશાનપરા ચોક
11. રમેશભાઇ પાઉંભાજીવાળા, આલાભાઇનો ભઠ્ઠો કિશાનપરા ચોક
12. ગાયત્રી મદ્રાસ કાફે, આલાભાઇનો ભઠ્ઠો કિશાનપરા ચોક
13. દાના પાની રેસ્ટોરન્ટ, આલાભાઇનો ભઠ્ઠો કિશાનપરા ચોક
14. તનીષા ફુડ (ટ્રી સ્ટ્રીટ), આલાભાઇનો ભઠ્ઠો કિશાનપરા ચોક
15. અફલાતુન બેકરી, આલાભાઇનો ભઠ્ઠો કિશાનપરા ચોક

અન્ય સમાચારો પણ છે...