રાજકોટમાં PGVCLના દરોડા યથાવત:ઉદ્યોગનગર, લક્ષ્મીનગર અને વાવડીમાં ચેકિંગ અભિયાન શરુ, ગુરુવારે 26.20 લાખની વીજચોરી ઝડપાઇ

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું - Divya Bhaskar
વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

સૌરાષ્ટ્રમાં આજે સતત પાંચમા દિવસે વહેલી સવારથી PGVCLની કોર્પોરેટ ટિમ દ્વારા રાજકોટ સીટી સર્કલ ડિવિઝન હેઠળ તેમજ ભાવનગર અને ભુજ ડિવઝન વિસ્તારમાં અલગ અલગ 116 ટિમો દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જયારે ગઈકાલે 2600 જેટલા કનેક્શન ચેક કરી 290 થી વધુ ક્નેક્શનમાંથી 60 લાખથી વધુની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી.

11 KV ના 8 ફીડરો આવરી લેવામાં આવ્યા
રાજકોટ ગ્રામ્ય બાદ શહેરી વિસ્તારમાં વીજ ચેકીંગ અંગે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. આજે વહેલી સવારથી રાજકોટ શહેરમાં સતત પાંચમા દિવસે ઉદ્યોગનગર, લક્ષ્મીનગર અને વાવડી સબડિવિઝન હેઠળ આવતા વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી અલગ અલગ 49 ટિમો દ્વારા વેદવાડી, રાધાકૃષ્ણ નગર, ગોંડલ રોડ, સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ ઝોન, ઉદ્યોગભારતી, સોમનાથ ઇન્ડસ્ટ્રીયલ ઝોન અને વાવડી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર સહીત 20 જેટલા વિસ્તારમાં વીજ ચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં 11 KV ના 8 ફીડરો આવરી લેવામાં આવ્યા છે.

દરોડા કામગીરી હાથ ધરવામાં આવી
રાજકોટ શહેરની સાથે સાથે આજે ભુજ અને ભાવનગર ડિવિઝન હેઠળ વિસ્તારોમાં વહેલી સવારથીવીજ ચેકીંગની દરોડા કામગીરી શરૂ કરવામાં આવી છે. ભુજ સર્કલ અંતર્ગત ભુજ શહેર 1, ભુજ શહેર 2 અને દેશાલપર સબ ડિવિઝન હેઠળ વિસ્તારમાં કુલ 32 ટિમો જયારે ભાવનગર સર્કલ હેઠળ આવતા વરતેજ, સણોસરા, વલ્લભીપુર અને શિહોર ગ્રામ્ય સબ ડિવિઝન હેઠળના વિસ્તારમાં કુલ 35 ટિમો દ્વારા દરોડા કામગીરી હાથ ધરવામાં આવી છે.

24.53 લાખની વીજ ચોરી ઝડપી
સૌરાષ્ટ્રમાં બીજા દિવસે PGVCL દ્વારા 2000 થી વધુ વીજ કનેક્શન ચેક કરી 250 થી વધુ ક્નેક્શનમાંથી 70.17 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી. જેમાં ભુજ સર્કલ હેઠળ 838 કનેક્શન ચેક કરી 49 ક્નેક્શનમાંથી 28.53 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી, જયારે ભાવનગર સર્કલ હેઠળ 336 કનેક્શન ચેક કરી 96 ક્નેક્શનમાંથી 17.11 લાખ અને રાજકોટ શહેરમાંથી 1069 કનેક્શન ચેક કરી 115 ક્નેક્શનમાંથી 24.53 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે.

ભુજ સર્કલ હેઠળ 790 કનેક્શન ચેક કરાયા
ત્રીજા દિવસે દિવસે PGVCL દ્વારા 2000 થી વધુ વીજ કનેક્શન ચેક કરી 270થી વધુ ક્નેક્શનમાંથી 46 લાખથી વધુની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી. જેમાં ભુજ સર્કલ હેઠળ 790 કનેક્શન ચેક કરી 52 ક્નેક્શનમાંથી 14.58 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી, જયારે ભાવનગર સર્કલ હેઠળ 452 કનેક્શન ચેક કરી 101 ક્નેક્શનમાંથી 14.91 લાખ અને રાજકોટ શહેરમાંથી 1158 કનેક્શન ચેક કરી 124 ક્નેક્શનમાંથી 17.32 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે. જયારે ગઈકાલે ચોથા દિવસે દિવસે PGVCL દ્વારા 2600 થી વધુ વીજ કનેક્શન ચેક કરી 290થી વધુ ક્નેક્શનમાંથી 60 લાખથી વધુની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી. જેમાં ભુજ સર્કલ હેઠળ 715 કનેક્શન ચેક કરી 57 ક્નેક્શનમાંથી 11.70 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી, જયારે ભાવનગર સર્કલ હેઠળ 639 કનેક્શન ચેક કરી 116 ક્નેક્શનમાંથી 21.46 લાખ અને રાજકોટ શહેરમાંથી 1256 કનેક્શન ચેક કરી 120 ક્નેક્શનમાંથી 26.20 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...