સ્વાદરસિકો ચેતજો:રાજકોટના કોઠારિયા અને થોરાળામાં ખાણીપીણીના 51 સ્ટોલ પર ચેકિંગ, 22 કિલો વાસી ખોરાક મળ્યો

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાસી ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. - Divya Bhaskar
વાસી ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો.
  • 10 ખાણીપીણીના ધંધાર્થીને લાઇસન્સ અને સ્ટોરેજ અંગે નોટિસ ફટકારી

વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના સોરઠિયાવાડીથી કોઠારીયા રોડ વિસ્તારમાં આવેલી 34 ખાણીપીણીના સ્ટોલ પર ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 4 કિલો એક્સપાયરી થયેલો પેક ખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો અને 4 પેઢીને લાઇસન્સ અને સ્ટોરેજ અંગે નોટિસ આપી હતી. આ ઉપરાંત રામનગર મેઇન રોડ પર થોરાળા વિસ્તારમાં 17 ખાણીપીણીના ધંધાર્થીઓની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 18 કિલો વાસી તથા એક્સપાયરી થયેલો પેક ખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો 6 પેઢીને લાયસન્સ અને સ્ટોરેજ અંગે નોટિસ આપવામાં આવી હતી.

આ દુકાનોમાંથી વાસી ખોરાક મળ્યો અને નોટિસ ફટકારી
1. સ્ટાર રાઇટ કિરાણા ભંડાર- 10 કિલો પડતર મરચા પાવડરનો નાશ અને સ્ટોરેજ અંગે નોટિસ
2. મહાલક્ષ્મી એજન્સી- 6 કિલો એક્સપાયરી થયેલા નમકીન પેકેટનો નાશ અને સ્ટોરેજ અંગે નોટિસ
3. મહાલક્ષ્મી પાણીપુરી- 2 કિલો બાફેલા વાસી બટેટાનો નાશ
4. મહાલક્ષ્મી ડેરી- લાઇસન્સ અંગે નોટિસ
5. ગેલેક્સી પાન- લાઇસન્સ અંગે નોટિસ
6. સીતારામ પાન- લાઇસન્સ અંગે નોટિસ
7. જનતા ફૂટવેર એન્ડ જનરલ સ્ટોર- લાઇસન્સ અંગે નોટિસ
8. બી.કે. સિઝન સ્ટોર- લાઇસન્સ અંગે નોટિસ
9. ખોડિયાર દુગ્ધાલય એન્ડ આઇસ્ક્રીમ- લાઇસન્સ અંગે નોટિસ

પાંચ જગ્યાએથી નમૂના લેવામાં આવ્યા
1.
વાડીલાલ શ્રીખંડ BPK (500 ગ્રામ પેકમાંથી)
સ્થળ- ઓમ સાંઇ ટ્રેડિંગ, માટેલ પાન પાસે, બેકબોન શોપિંગ સેન્ટર સામે, માયાણી ચોક
2. ફ્રૂટ શિખંડ (લૂઝ)
સ્થળ- જય જલીયાણ એન્ટરપ્રાઇઝ, મોચીનગર હાઉસિંગ સોસાયટી, મોચીનગર-2, શીતલ પાર્ક રોડ
3. કોલ્હાપુરી મિસળ પાઉ (પ્રિપેર્ડ- લૂઝ)
સ્થળ- પાટીલ વડાપાઉ, બજરંગ ચોક પાસે, ચંદ્રેશનગર મેઇન રોડ
4. પંચરત્ન આઇસ્ક્રીમ (લૂઝ)
સ્થળ- ઓલ ઇન વન કોલ્ડ્રિંક્સ, બોમ્બે સુપર હાઇટ્સ શોપ નં. 9, પેડક રોડ
5. મોવિયા માવા કેન્ડી એન્ડ આઇસ્ક્રીમ સ્પેશિયલ રજવાડી માવા કેન્ડી
સ્થળ- અભય આઇસ્ક્રીમ, ગણેશ કોમ્પ્લેક્સ શોપ નં.4, જવાહર સ્કૂલ પાસે, પેડક રોડ

6 આઇસ ફેક્ટરીમાં ચેકિંગ
1. ભાગ્યોદય આઇસ એન્ડ કોલ્ડ સ્ટોરેજ, મોચીબજાર- હાઇજીન તથા પાણીના રિપોર્ટ બાબતે નોટિસ
2. લાભ આઇસ ફેક્ટરી, રિદ્ધિ સિદ્ધિ સોસાયટી, ગોંડલ ચોકડી પાસે- હાઇજીન તથા પાણીના રિપોર્ટ બાબતે નોટિસ
3. નવદુર્ગા આઇસ ફેક્ટરી, મહાલક્ષ્મી મસાલા પાસે, વાવડી- હાઇજીન તથા પાણીના રિપોર્ટ બાબતે નોટિસ
4. રાજ આઇસ ફેક્ટરી, માધાપર ચોકડી પાસે, જામનગર રોડ- હાઇજીન તથા પાણીના રિપોર્ટ બાબતે નોટિસ
5. ક્રિષ્ના આઇસ ફેક્ટરી, મહાદેવવાડી, મવડીપ્લોટ
6. નુતન સૌરાષ્ટ્ર આઇસ ફેક્ટરી, ડિલક્સ ચોક, કુવાડવા રોડ

અન્ય સમાચારો પણ છે...