વન વીક વન રોડ ઝુંબેશ હેઠળ રાજકોટ મનપાએ સાધુ વાસવાણી રોડ વિસ્તારમાં આવેલી 26 ખાણી-પીણીના ધંધાર્થીઓની ચકાસણી કરી હતી. જેમાં ચકાસણી દરમિયાન 3 કિલો એક્સપાયરી થયેલી વાસી ખાદ્યચીજનો નાશ કરવામાં આવ્યો હતો અને 12 ધંધાર્થીને લાયસન્સ તથા સ્ટોરેજ બાબતે નોટીસ આપવામાં આવી હતી. તેમજ ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે વાવડી ગામ 80 ફૂટ રોડના વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 5 ફુડ બિઝનેસ ઓપરેટર દ્વારા વેચાણ થતાં દૂધ, ઠંડાપીણાં, આઇસ્ક્રીમ, મીઠાઇ વગેરે ખાદ્યચીજોના 12 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. તેમજ 16 કિલો વાસી તથા અખાદ્ય એક્સપાયરી થયેલો પેક ખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો.
ખાણીપીણીના ધંધાર્થીઓ સામે કરેલી કાર્યવાહી
1. પટેલ જમાવટ પાઉંભાજી- 2 કિલો વાસી સંભારાનો નાશ અને સ્ટોરેજ અંગે નોટિસ
2. મોમ્સ ફેન્સી ઢોસા- 1 કિલો વાસી પાસ્તા અને ચીઝનો નાશ અને સ્ટોરેજ અંગે નોટિસ
3. બાલાજી પાન- લાઇસન્સ અંગે નોટિસ
4. મોમાઇ પાન- લાઇસન્સ અંગે નોટિસ
5. સત્યમ કોલ્ડ્રિંક્સ- લાઇસન્સ અંગે નોટિસ
6. શ્યામ કોલ્ડ્રિંક્સ- લાઇસન્સ અંગે નોટિસ
7. પટેલ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ- લાઇસન્સ અંગે નોટિસ
8. પ્રાઇમ ટ્રેડિંગ- લાઇસન્સ અંગે નોટિસ
9. પી. પટેલ સેલ્સ એજન્સી- લાઇસન્સ અંગે નોટિસ
10. જય ગાત્રાળ ડિલક્સ પાન- લાઇસન્સ અંગે નોટિસ
11. નીલ પટેલ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ- લાઇસન્સ અંગે નોટિસ
12. નેચરલ ડ્રાયફ્રૂટ એન્ડ ચોકલેટ- લાઇસન્સ અંગે નોટિસ
ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન હેઠળ થયેલી કામગીરી
1. સહજાનંદ ડેરી ફાર્મ- સંગ્રહ કરેલો વાસી 1.5 કિલો ડ્રાઈફ્રૂટ શિખંડ, 3 કિલો આઇસકેન્ડી, 1 કિલો એક્સપાયરી ખજૂરનો નાશ
2. રાધિકા ડેરી ફાર્મ- 21 પેક (8.5 લી.) એક્સપાયરી પેક્ડ છાસ તથા 1.5 કિલો આઇસકેન્ડીનો નાશ
14 પેઢીને લાઇસન્સ અંગે નોટિસ આપી
1. શિવાંશી સુપર માર્કેટ
2. સાઉથ કા કમાલ
3. શિવમ સાઉથ ઇન્ડિયન
4. શ્રીહરી સુપર માર્કેટ
5. જય ભોલે જનરલ સ્ટોર
6. મોમાઇ ફરસાણ માર્ટ
7. શિવશક્તિ લાઈવ પફ
8. હિંગળાજ જનરલ સ્ટોર
9. ભેરુનાથ આઇસ્ક્રીમ
10. વેલનેસ મેડિકલ સ્ટોર
11. દેવશ્રી પાણીપુરી
12. રાજમંદિર ગોલા
13. મઢૂલી રસ
14. શક્તિ જનરલ સ્ટોર
ફૂડ વિભાગે આટલી જગ્યાએથી નમૂના લીધા
1. સ્પેશિયલ રાજસ્થાની આઇસ્ક્રીમ (લૂઝ)- રંગોલી આઇસ્ક્રીમ, વર્ધમાન કોમ્પ્લેક્સ, સાધુ વાસવાણી સ્કૂલ સામે, સાધુવાસવાણી રોડ.
2. અજંતા અમેરિકન ડ્રાયફ્રૂટ આઇસ્ક્રીમ(700 ML પેક)- ભગવતી આઇસ્ક્રીમ એજન્સી, ગોકુલનગર મેઇન રોડ, શેરી નં.-3.
3. કેરીનો રસ (લૂઝ)- જય ગોકુલ રસ ભંડાર, વેલનાથપરા શેરી નં. 23, મોરબી હાઇવે.
4. કેરીનો રસ (લૂઝ)- બાપાસીતારામ ડેરી ફાર્મ, જય જવાન જય કીશાન મેઇન રોડ, જકાતનાકા સામે, મોરબી રોડ.
5. પાઈનેપલ સિરપ (બરફ ગોલાનું) (લૂઝ)- દ્વારકેશ ડિશ ગોલા, કોઠારીયા રોડ, ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાટર પાસે.
સાધુ વાસવાણી રોડ પર દબાણો દૂર કરી 66 ચો.મી. જગ્યા ખુલ્લી કરાઈ
શહેરના જાહેર માર્ગો પર વાહન પાર્કિંગની સમસ્યાને લઈને મ્યુનિ. કમિશનર દ્વારા રજુ કરાયેલા એક્શન પ્લાન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આજરોજ વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત શહેરના વેસ્ટ ઝોન વિસ્તારના સાધુવાસવાણી રોડ પરના પાર્કિંગ તથા માર્જીનમાં થયેલા દબાણો અને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 66 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.