કામગીરી:ભગવતી ડેરી સહિત 20 સ્થળે ચેકિંગ, 3ને નોટિસ

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાધેશ્યામ અને પટેલ ડેરીમાંથી દૂધના નમૂના લેવાયા

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ફૂડ સેફ્ટી ઓન વ્હિલ્સ વાન સાથે સંતકબીર રોડ, પેડક રોડ વિસ્તારમાં આવેલ ખાણીપીણીના ધંધાર્થીઓના સ્થળની ચકાસણી હાથ ધરી હતી. જેમાં કુલ 20 ફૂડ બિઝનેસ ઓપરેટરને ત્યાં ચકાસણી કરવામાં આવી હતી જેમાં દૂધ, ડેરી પ્રોડક્ટસ, ખાદ્યતેલ વગેરેના કુલ 13 નમૂનાનું સ્થળ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. તેમજ સ્થળ પર 3 પેઢીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી.ભગવતી ડેરી ફાર્મ, ચામુંડા ફરસાણ અને કિશન ફરસાણને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી તથા રાધેશ્યામ ડેરી ફાર્મ, ન્યૂ ભારત સ્વીટ માર્ટ, શ્રીનાથજી ફરસાણ, જલારામ સ્વીટ એન્ડ નમકીન, શ્રીરામ ડેરી ફાર્મ, પટેલ વિજય ડેરી ફાર્મ, કૈલાસ ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ, જનતા તાવડો મધુરમ ડેરી ફાર્મ સહિત 20 સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.

આ ઉપરાંત ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ કુલ 2 નમૂના લેવામાં આવ્યા હતા જેમાં રાધેશ્યામ ડેરી ફાર્મ શોપ નં.1, શિવમ પાર્ક-2, મોટામવા ખાતેથી મિક્સ મિલ્ક લૂઝના નમૂના લેવાયા હતા અને પટેલ ડેરી ફાર્મ -બંસીધર કોમ્પ્લેક્સ, કાલાવડ રોડ પરથી મિક્સ મિલ્ક (લૂઝ)ના નમૂના લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...