ખાતા પહેલા ચેતજો:રાજકોટમાં ભોલેનાથ પાણીપુરી, મિલન તાવો સહિત ખાણીપીણીના 16 સ્ટોલ પર ચેકિંગ, 12 કિલો વાસી ખોરાક મળ્યો

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખાણીપીણીના સ્ટોલ પર વાસી ખોરાક મળ્યો. - Divya Bhaskar
ખાણીપીણીના સ્ટોલ પર વાસી ખોરાક મળ્યો.
  • 8 પેઢીની લાઇસન્સ અંગે નોટિસ, મંગળા રોડ પર મુસ્કાન વેફર્સમાં 60 કિલો દાઝ્યું તેલ મળ્યું

ફૂડ વિભાગ દ્વારા શહેરના ભક્તિનગર સર્કલથી 80 ફૂટ મેઈન રોડ વિસ્તારમાં આવેલા 16 ખાણીપીણીના ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. સ્થળ પર 12 કિલો વાસી ખાદ્યચીજોનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ ચકાસણી દરમિયાન 8 પેઢીને લાયસન્સ અને સ્ટોરેજ અંગે નોટીસ આપી હતી.

ખાણીપીણીના આ સ્ટોલમાં વાસી ખોરાકનો નાશ અને નોટિસ અપાઇ
1. પટેલ તાવો- સંગ્રહ કરેલો 5 કિલો વાસી સલાડ અવે વાસી કાપેલી ડુંગળીનો નાશ તથા લાઇસન્સ અંગે નોટિસ
2. આશાપુરા ઊંધિયું-ચાપડી- સંગ્રહ કરેલો 4 કિલો વાસી બાંધેલો લોટનો નાશ તથા લાઇસન્સ અંગે નોટિસ
3. ભોલેનાથ પાણીપુરી- સંગ્રહ કરેલ વાસી 2 કિલો બાફેલા બટેટાનો નાશ
4. શ્રીરામ પાણીપુરી- સંગ્રહ કરેલ વાસી 2 કિલો બાફેલા બટેટાનો નાશ
5. જય રામનાથ ઊંધિયું-ચપડી- લાઇસન્સ અંગે નોટિસ
6. અમેરિકન મકાઇ- લાઇસન્સ અંગે નોટિસ
7. મિલન તાવો- લાઇસન્સ અંગે નોટિસ
8. વિષ્ણુ પાણીપુરી- લાઇસન્સ અંગે નોટિસ
9. વિશાલ દાળ પકવાન- લાઇસન્સ અંગે નોટિસ

મંગળા રોડ પર મુસ્કાન વેફર્સમાં 60 કિલો દાઝ્યા તેલનો નાશ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે પુષ્કરધામ મેઇન રોડ વિસ્તારમાં 17 પેઢીની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ચકાસણી દરમિયાન વેચાણ થતાં દૂધ, દૂધની બનાવટ, શેરડીનો રસ તથા ઉપયોગમાં લેવાતા ખાદ્ય તેલ વગેરેના 15 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી અને રામ ઔર શ્યામ ગોલાવાળાને લાઇસન્સ અંગે નોટિસ આપવામાં આવી હતી. તેમજ મંગળા મેઇન રોડ પર પોપટ મહેન્દ્રભાઈ જમનાદાસ પેઢીમાંથી શુદ્ધ ઘીનો નમૂનો લેવામાં આવ્યો હતો. આ સિવાય જિલ્લા ગાર્ડન રોડ પર બાપુનગર વિસ્તારમાં આવેલ મુસ્કાન વેફર્સ (ઉત્પાદક પેઢી)માં તપાસ દરમિયાન સંગ્રહ કરેલું 60 કિલો દાજ્યા તેલનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો અને યોગ્ય સ્ટોરેજ કરવા અને ઉત્પાદન સ્થળ પર હાઇજેનિક કન્ડિશન જાળવવા અંગેની નોટિસ આપવામાં આવી હતી.