સ્પોર્ટ્સ:ઉપલેટામાં રાજકોટ જિલ્લા કક્ષાની ખો-ખો સ્પર્ધામાં વીંછિયાની છાસિયા કુમાર તાલુકા શાળા રનર્સઅપને 24 હજારનું ઇનામ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વીંછિયાની છાસિયા કુમાર તાલુકા શાળા વિજયી બની. - Divya Bhaskar
વીંછિયાની છાસિયા કુમાર તાલુકા શાળા વિજયી બની.
  • જિલ્લાની 17 ટીમ વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી, ઉપલેટાની શાળા રનર્સઅપ

ઉપલેટા શહેરના મ્યુનિ. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના મેદાનમાં 1 મેના રોજ ખેલ મહાકુંભ અંતર્ગત ચાલતી ખો-ખો સ્પર્ધાનું રાજકોટ જિલ્લા કક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ જિલ્લાની 17 ટીમે ભાગ લીધો હતો. ફાઈનલ રાઉન્ડમાં ઉપલેટા અને વીંછિયા વચ્ચે રાઉન્ડ રમવામાં આવ્યો હતો. જેમાં વિજેતા તરીકે વીંછિયાની છાસિયા કુમાર તાલુકા શાળા જાહેર થઇ હતી જેને 24 હજારનું ઇનામ આપવામાં આવ્યું હતું તો તેમની સામે ઉપલેટાની દરબારગઢ શાળા રનર્સઅપ થઇ હતી.

ઉપલેટાની શાળા રનર્સઅપ થઈ
ઉપલેટામાં યોજાયેલી આ સ્પર્ધામાં ઉપલેટાની દરબારગઢ શાળા પ્રથમ વખત રનર્સઅપ થઇ છે. જિલ્લા કક્ષાની સ્પર્ધામાં સારૂ પ્રદર્શન દેખાડવા બદલ રનર્સઅપ થયેલી દરબારગઢ શાળાના ચાર વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષાએ પસંદગી કરવામાં આવી છે. જેમાં દરબારગઢ શાળાના મિત બારૈયા, મેહુલ હુણ, દીક્ષિત ડાભી અને હુસૈન ગરાણાની પસંદગી કરવામાં આવી છે.

ઉપલેટાની શાળાના ચાર વિદ્યાર્થી રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કરશે
ઉપલેટાની દરબારગઢ પ્રાથમિક શાળાના 4 બાળકો રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે. આથી ઉપલેટાની દરબારગઢ શાળાના દરેક ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને રૂપિયા 2000નું રોકડ ઇનામ એટલે કે ટીમને રૂપિયા 2500નું રોકડ ઇનામ પણ મળ્યું હતું. ત્યારે આવનારી રાજ્યકક્ષાની સ્પર્ધામાં ઉપલેટાની દરબારગઢ શાળાના ચાર વિદ્યાર્થીઓ પ્રતિનિધિત્વ કરશે.