તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુસાફરો પર બોજ:એરપોર્ટ પર RT-PCR માટે 4 હજાર સુધીનો ચાર્જ

રાજકોટ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • અરજન્ટ રિપોર્ટના નામે તગડી કિંમત વસૂલ કરવામાં આવે છે

દેશના અનેક શહેરોમાં જતા-આવતાં પેસેન્જરો માટે રાજ્ય સરકારોએ આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કર્યો છે. જેના કારણે અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટ પકડવા આવતા અનેક પેસેન્જરોને એરલાઈન્સ બોર્ડિંગ પાસ અપાતા નથી.

આ સ્થિતિમાં કેટલાક પેસેન્જરો મુસાફરી રદ કરી પરત ફરે છે જ્યારે કેટલાક પેસેન્જરો એરપોર્ટ પર આરટીપીસીઆર ટેસ્ટ કરતી ખાનગી લેબોરેટરીમાં વધુ કિંમત આપી ટેસ્ટ કરાવે છે. લેબ અર્જન્ટ રિપોર્ટના નામે પેસેન્જરો પાસેથી 4 હજાર વસૂલે છે. આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટના નિયમના કારણે સૌથી વધુ સમસ્યા મજૂર વર્ગને ભોગવવી પડી રહી છે.

ટ્રેનમાં ટિકિટ ન મળતા અનેક લોકો ફ્લાઈટમાં ટિકિટ બુક કરાવી લે છે. પરંતુ આરટીપીસીઆર રિપોર્ટના ફરજિયાત નિયમના કારણે ફ્લાઈટ પકડવા જતી વખતે રિપોર્ટ ન હોવાથી તેમને પરત મોકલાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો