હવામાન:રાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે વાતાવરણમાં પલ્ટો, આખો દિવસ વાદળાછાયું વાતાવરણ રહ્યું, રોગચાળાની ભીતિ

રાજકોટએક વર્ષ પહેલા
શહેરમાં આજે આખો દિવસ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું,
  • કમોસમી વરસાદ પડે તો ઉનાળુ પાકને નુકસાનની ભીતિ

રાજકોટ એક તરફ કોરોનાએ કાળો વર્તાવ્યો છે. ત્યારે બીજી તરફ વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. આજે આખો દિવસ સમગ્ર શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું હતું. વાદળછાયા વાતાવરણને કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ લોકોમાં સેવાય રહી છે. વાતાવરણમાં પલ્ટો આવતા કોરોનાના કેસમાં પણ વધારો થાય તેવી શક્યતા સેવાય રહી છે.

છેલ્લા 8 દિવસથી સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડે છે
ભર ઉનાળે સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. છેલ્લા આઠ દિવસથી સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વાતાવરણમાં પલ્ટો આવતા ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે. જો કમોસમી વરસાદ પડે તો સૌથી વધુ કેરીના પાકને નુકસાન પહોંચવાની ભીતિ છે. તેમજ ઉનાળુ પાકને પણ નુકસાન થવાની શક્યતા છે. આ વર્ષે મગફળી, તલ, મગ અને બાજરીનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. મગફળીના પાકને ફાયદો થાય પરંતુ અન્ય બીજા તમામ પાકોને નુકસાન થાય તેવી ભીતિ છે.

આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું.
આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું.

ગઇકાલે આટકોટમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું
ગઇકાલે જસદણ તાલુકાના આટકોટમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણમાં ઠંડો પવન ફૂંકાયો હતો. વાતાવરણમાં પલ્ટો આવતા લોકોમાં ભયની લાગણીઓ ફેલાઇ ગઈ હતી. કોરોનાનો કહેર વધી રહ્યો છે અને વાતાવરણમાં પણ પલ્ટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણમાં શરદી, ઉધરસના દર્દીઓ વધી રહ્યાં છે.

વાદળછાયા વાતાવરણ વચ્ચે લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી.
વાદળછાયા વાતાવરણ વચ્ચે લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી.
અન્ય સમાચારો પણ છે...