પરીક્ષા:પેપર સુરક્ષિત પહોંચાડવાનો પડકાર, 9 નવેમ્બરથી યુનિવર્સિટીના 42099 વિદ્યાર્થીની પરીક્ષા

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 110 કેન્દ્ર પર લેવાશે પરીક્ષા; સૌથી વધુ બી.કોમ. સેમેસ્ટર-3ના 21,759 વિદ્યાર્થી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાજેતરમાં જ બે કોર્સના પેપર લીક થયાની હજુ તપાસ પૂર્ણ થઇ નથી, કઈ કોલેજમાંથી પેપર લીક થયું તેનો પર્દાફાશ થયો નથી ત્યાં આગામી તારીખ 9 નવેમ્બરથી શરૂ થતી યુનિવર્સિટીના 42,099 વિદ્યાર્થીની પરીક્ષામાં પેપર સુરક્ષિત રીતે પહોંચાડવા યુનિવર્સિટી માટે મોટો પડકાર છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જુદા જુદા 110 કેન્દ્ર ઉપર બી.કોમ, બીસીએ, બીએસસી સહિતના જુદા જુદા કોર્સની ત્રીજા સેમેસ્ટરની પરીક્ષા લેવાનાર છે.

કુલ 42,099 વિદ્યાથી પરીક્ષા આપવાના છે જેમાંથી સૌથી વધુ બી.કોમ. સેમેસ્ટર-3ના 21,759 વિદ્યાર્થી, બીસીએ સેમેસ્ટર-3ના 4823 વિદ્યાર્થી પરીક્ષા આપશે.યુનિવર્સિટીની પરીક્ષામાં તાજેતરમાં જ બીબીએ અને બી.કોમ. સેમેસ્ટર-5નું પેપર લીક થયું હતું. હવે 9 નવેમ્બરથી ફરી યુનિવર્સિટીના 42,099 વિદ્યાર્થીની પરીક્ષા શરૂ થવાની છે

જેમાં બી.કોમ. સેમેસ્ટર-3 એક્સટર્નલના 21,759 અને રેગ્યુલરના 1012 વિદ્યાર્થી, બીએસસી સેમેસ્ટર-3ના 3379, બીબીએ સેમેસ્ટર-3ના 3893, બીસીએ સેમેસ્ટર-3ના 4823 વિદ્યાર્થી, બીએસસી આઈટીના 286, એમએ સેમેસ્ટર-3ના 455, એમએ સેમેસ્ટર-3 એક્સટર્નલના 1780, એમ.કોમ. સેમેસ્ટર-3 રેગ્યુલરના 1194, એમ.કોમ. સેમેસ્ટર-3ના એક્સટર્નલના 2329, એમએસસી ઓલ સેમેસ્ટર-3ના 686 વિદ્યાર્થીઓ સહિત કુલ 20 કોર્સના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરંતુ યુનિવર્સિટી માટે 9મીથી શરૂ થનારી પરીક્ષામાં પેપર વિદ્યાર્થીઓ સુધી સુરક્ષિત રીતે પહોંચાડવા સૌથી મોટો પડકાર રહેશે.

સિન્ડિકેટ મોકૂફ, દિવાળી પછી મળશે, પેપર લીક સહિતના મુદ્દે ચર્ચા થવાની હતી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 21 ઓક્ટોબરને શુક્રવારે મળનારી સિન્ડિકેટની બેઠક હાલ સિન્ડિકેટ સભ્યોની અનુકૂળતા નહીં હોવાને કારણે મોકૂફ રાખવામાં આવી છે. હવે દિવાળીની રજાઓ બાદ ખૂલતામાં સિન્ડિકેટની બેઠકની નવી તારીખ જાહેર કરવામાં આવશે. સિન્ડિકેટની બેઠકમાં અગાઉ મળેલી બીયુટી, ફાઇનાન્સ સહિતની કમિટીની મળેલી બેઠકની મિનિટ્સ મંજૂર કરવા ઉપરાંત જુદા જુદા મુદ્દાઓને લઈને ચર્ચા થવાની હતી. અગાઉથી નક્કી કરેલા એજન્ડા ઉપરાંત તાજેતરમાં જ બીબીએ અને બી.કોમ.ના પેપર લીક થવા મુદ્દે પણ મહત્ત્વની ચર્ચા થવાની હતી.

પેપર લીક થતા અટકાવવા, પરીક્ષા પદ્ધતિમાં સુધારા કરવા સહિતના મુદ્દે સિન્ડિકેટની બેઠકમાં મહત્ત્વની ચર્ચા થવાની હતી પરંતુ હાલ બેઠક મોકૂફ રહી છે અને હવે દિવાળીની રજા બાદ નવી તારીખ જાહેર થશે.યુનિવર્સિટી દ્વારા સિન્ડિકેટ, એસ્ટેટ, એકેડેમિક કાઉન્સિલ, ફાઇનાન્સની બેઠકનો અગાઉથી શિડ્યુલ જાહેર કરી દેવાયો હતો જેના અંતર્ગત જ આગામી તારીખ 21મીએ શુક્રવારે યુનિવર્સિટીમાં સિન્ડિકેટની બેઠક મળવાની હતી.

અન્ય સમાચારો પણ છે...