• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Chairman Said 21 Exams Will Start In The Month Of June, The Same Age Limit Will Be Considered For Those Who Have Already Filled The Form.

GPSCની પરીક્ષા:ચેરમેને કહ્યું - જૂન મહિનામાં 21 પરીક્ષાઓ શરૂ થશે, અગાઉ ફોર્મ ભર્યાં છે તેની જ વયમર્યાદા માન્ય ગણાશે

રાજકોટ8 મહિનો પહેલાલેખક: મહેન્દ્રસિંહ જાડેજા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ગુજરાતના લાખો યુવાઓ સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છે અને અનેક ભરતી પરીક્ષાનાં ફોર્મ ભરાઇ ગયાં હતાં, પરંતુ કોરોનાને કારણે છેલ્લા દોઢેક વર્ષથી ભરતીપ્રક્રિયા અટકી ગઇ હતી, સરકારી નોકરી માટે મહેનત કરી રહેલા યુવાઓ માટે સારા સમાચાર છે, કોરોનાના કેસ ઘટતાં આગામી જૂન મહિનાથી ભરતી પરીક્ષાઓ શરૂ થશે.

જીપીએસસી (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન)ના ચેરમેન દિનેશ દાસાએ કહ્યું હતું કે જે સરકારી વિભાગોમાં જગ્યાઓ ખાલી પડી હતી એમાં ભરતી કરવા માટે જીપીએસસીએ કેલેન્ડર જાહેર કર્યું હતું અને મોટી સંખ્યામાં પરીક્ષાઓ જાહેર કરી દીધી હતી અને તેના ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ પૂરી કરી દેવામાં આવી હતી, પરંતુ રાજ્યમાં કોરોનાના કેસ વધતાં સંક્રમણ ફેલાતું અટકાવવા માટે લોકોની સુરક્ષાને ધ્યાને લઇને પરીક્ષાઓ અટકાવી દેવામાં આવી હતી. સદનસીબે હાલમાં રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને આગામી મહિનામાં રાજ્યમાં 1 હજારથી ઓછા કેસ નોંધાશે તેવી આશા સેવાઇ રહી છે ત્યારે જીપીએસસી પણ જૂન મહિનાથી ભરતી પરીક્ષા શરૂ કરવાની આયોજન કરી રહ્યું છે.

આગામી જૂન મહિનાથી વિવિધ પરીક્ષાઓ યોજવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. પોણા બે વર્ષથી ભરતી પ્રક્રિયા અટકતા કેટલાક યુવાઓમાં એ વાતની ચિંતા હતી કે ફોર્મ ભરતી વખતે પોતે વયમર્યાદામાં હતા પરંતુ પોણા બે વર્ષનો સમય વીતી જતા તેમની ઉંમર હાલમાં વધી ગઇ છે તો આવા ઉમેદવારોએ ચિંતા કરવાની જરૂર નથી, અગાઉ જે ફોર્મ ભરાઇ ગયા છે તે ઉમેદવારની અત્યારે ઉંમર વયમર્યાદા કરતાં વધી ગઇ હશે તો તે ઉમેદવારો પણ પરીક્ષા આપી શકશે.

આ પ્રકારની પરીક્ષાઓની પ્રક્રિયા અટકી પડી છે

  • ફોરેસ્ટ ઓફિસર
  • આસિસ્ટન્ટ ઈજનેર GMC
  • પોલીસ ઈન્સ્પેક્ટર (ફિઝિકલ)
  • વર્ગ-1 અને 2(મેઈન્સ)
  • એસટીઆઈ (મેઈન્સ)
  • ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ- 3
  • ખેતી અધિકારી વર્ગ – 2
  • એઆરટીઓ
  • સંશોધન અધિકારી વર્ગ-2
  • ટેક્નિકલ પોસ્ટની અન્ય 12 પરીક્ષા